કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ, દિવાળી બોનસ રૂપે ખાતામાં આવશે એક મહિનાનો એક્સ્ટ્રા પગાર

  • October 18, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સેન્ટ્રલ પેરા મિલિટ્રી, આર્મ્ડ ફોર્સ અને ટેમ્પરરી કર્મચારીઓને પણ મળશે આ બોનસ લાભ




કેન્દ્રીય કર્મચારીઓને તહેવારોની સિઝન માટે સરકાર તરફથી મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે સરકારે ગ્રૂપ સીના તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને તેમજ ગ્રુપ બીના તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મંજૂર કર્યું છે. જેમાં ગ્રુપ સી અને ગ્રુપ બીના નોન-ગેઝેટેડ કર્મચારીઓને બોનસ તરીકે એક મહિનાના પગારની બરાબર રકમ આપવામાં આવે છે.


ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા કેન્દ્ર સરકારના નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ આપવામાં આવે છે. આ એવા કર્મચારીઓ છે જેઓ કોઈપણ પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલ બોનસ યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને પણ આ બોનસનો લાભ મળ્યો છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગના અધિકૃત મેમોરેન્ડમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ એડ-હોક બોનસ સેન્ટ્રલ પેરા મિલિટ્રી અને આર્મ્ડ ફોર્સના લાયક કર્મચારીઓને પણ લાગુ પડશે. આ સિવાય ટેમ્પરરી કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે.


ગણતરીની ટોચમર્યાદા પ્રમાણે કર્મચારીઓના સરેરાશ પગારના આધારે બોનસ ઉમેરવામાં આવે છે. આ બોનસનો લાભ તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે જેઓ ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી સેવામાં છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application