દ્વારકા અને ખંભાળીયાના તેલિયા રાજાઓ સાથે દ્વારકાના વિરાટ વ્યક્તિ વિરુદ્ધ રજૂઆતથી નવા જૂની થવાની સંભાવના
દ્વારકામાં જગતમંદિર નજીક કિર્તીસ્તંભ પાસે મોકાની જગ્યાનો સોદો કરોડોમાં થયો હોવાની વાત તો ૪ મહિનાથી સંભળાતી હતી પરંતુ ૫ આસામીઓએ ભાગમાં સાડા બાર કરોડમાં લીધા પછી દસ્તાવેજ ફક્ત અને ફક્ત પંચાવન લાખનો કરી મોટા પ્રમાણમાં ગોલમાલ કરી હોવાની ચર્ચાએ ધણા સમયથી થય રહી છે.
મિલ્કતમાં સૌથી મોટો હિસ્સો યાત્રાધામમાં નામ ’છોટે ઔર કારસ્તાન બડે’ ની છાપ ધરાવતા ’વૃષભ’ રાશીના ’વિરાટ’ સામ્રાજ્ય ધરાવતા આસામીનો ૩૭.૫૦% હિસ્સો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાથે જ ખંભાળીયાના જાણીતા ઓઇલ મિલો ધરાવતા ’સિંહ’ અને ’મિથુન’ રાશિના બંને આસામીઓ ૧૨.૫૦% હિસ્સામાં અને દ્વારકાના ’સિંહ’ અને ’મીન’ રાશિના ખ્યાતનામ તેલના ધંધાર્થી બંને ભાઇઓનો ૧૮.૭૫% હિસ્સો હોવાની વાત સામે આવી છે.
અધધધધ રકમમાં મિલ્કત ખરીદ્યા પછી દસ્તાવેજમાં કરતબ કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની વાતે ફરી આ પ્રકરણને ચર્ચિત બનાવ્યું છે. કરવેરા વિભાગ સહિતનાં સરકારી વિભાગોની ટીમ યાત્રાધામમાં ધામા નાખે તો ઘણાનાં તંબૂ ઉખડી જાય એવી સ્થિતિ વચ્ચે આ પ્રકરણમાં સંબંધિત વિભાગોને ફરીયાદની તજવીજનાં પણ વાવડ વહેતા થયા છે.
***
ઇડી અને ઇન્કમટેક્સમા રજૂઆત થતાં ટુંક સમયમાં નવા જૂની થવાની શક્યતા
તાજેતરમાં જ દ્વારકાના જગત મંદિર નજીક આવેલા કિતીઁ સ્તંભ પાસે સાડા બાર કરોડના સોદામાં ફક્ત અને ફક્ત પંચાવન લાખનો દસ્તાવેજ થતાં દ્વારકામાં રિઅલ એસ્ટેટમાં બેનંબરી સામ્રાજ્ય ઉભુ કરનારા આસામીઓ ઉપર લગામ કસવા માટે ઇન્ક્મટેક્સથી લઇ ઇડી સુધી છાની ફરીયાદો થય હોવાનું સૂત્રોમાથી જાણવા મળી રહ્યું છે જેને પગલે યાત્રાધામમાં નાણાકીય સંસ્થાઓ તપાસ માટે ત્રાટકે તો નવાઇ નહી. આ પ્રકરણમાં શું થાય છે એ તો આવનારો સમય જ કહેશે.
***
ચાર ટકા રકમનો દસ્તાવેજ કરી બ્લેકની મોટી રકમની ગોઠવણી કરી..!
સમગ્ર દ્વારકામા ટોક ઓફ ધ ટાઉન આ કિસ્સામાં જાણવા મળતી વધુ વિગત મુજબ ૨૮ હજાર રૂપિયા ફૂટ લેખે ૪૪૬૧ ફૂટ જગ્યાનો ફક્ત ૫૫ લાખનો દસ્તાવેજ કરી બ્લેકની કરોડો રૂપિયાની ગોઠવણ થય હોવાનું યાત્રાધામ દ્વારકામાં ચોકે ને ચોરે ચર્ચા થય રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech