સમગ્ર દેશમાં ગરમીનો કહેર યથાવત છે. શહેરમાં રહેતા મોટાભાગના લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એર કન્ડીશન કે એસી ચલાવવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે હાલમાં જ એસીના કારણે એક છોકરીનો જીવ જોખમમાં હતો, તેને 5 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ત્યારે ડોક્ટરે જે ખુલાસો કર્યો તે જાણીને તમે પણ ચોંકી જશો. આ 24 વર્ષની છોકરીનું નામ લિયાના ફોસ્ટર છે, જે બ્રિટનની રહેવાસી છે. પરંતુ તાજેતરમાં તે ટ્રિપ માટે તુર્કી ગઈ હતી. રાત્રે સુતા પહેલા તે એસી ચાલુ કરી અને પછી સૂઈ ગઈ. પરંતુ એસીના કારણે લિયાનાને ટોન્સિલિટિસની બીમારી થઈ, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લિયાના ફોસ્ટર તેના પરિવાર સાથે તુર્કીના અંતાલ્યામાં વેકેશન મનાવી રહી હતી ત્યારે તેણે ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ બાદ તે રાત્રે એસી ચાલુ રાખીને સૂતી હતી. તાપમાન પણ કદાચ ઘણું ઓછું હતું. આવી સ્થિતિમાં, તેને બીજા દિવસે "બેહોશ" થઇ ગઇ હતી. તેની 52 વર્ષીય માતા લિનેટને તેની પુત્રીના કાકડા પર સફેદ ફોલ્લીઓ દેખાવા લાગ્યા. તે ડરી ગયા અને તરત જ તેની દીકરીને હોસ્પિટલ લઈ ગયા. લંડનમાં રહેતી લિયાનાએ જ્યારે હોસ્પિટલમાં જઈને તપાસ કરી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું.
ડૉક્ટરોએ કહ્યું કે કદાચ એર કન્ડીશનના કારણે આવું થયું છે. તબીબોએ તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરી અને 5 કલાક સુધી લિયાનાને ડ્રિપ લગાવીને તેની સારવાર શરૂ કરી. જ્યારે તેની તબિયતમાં સુધારો જણાતા ડોક્ટરોએ તેને ઘરે જવાની મંજૂરી આપી હતી. લિયાનાની તબિયતમાં ઘણો સુધારો થયો હોવા છતાં, તે છેલ્લા અઠવાડિયાથી એન્ટિબાયોટિક્સ લઈ રહી છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરતી લિયાનાએ કહ્યું, “હું ખૂબ જ નર્વસ અનુભવતી હતી અને મારા ગળામાં પણ દુખાવો થતો હતો. હું ખરેખર ધ્રૂજતી હટી, મને ખાવા પીવામાં પણ તકલીફ થતી હતી. મેં વિચાર્યું કે મને કોરોના હોઈ શકે છે કારણ કે મારા શરીરનું તાપમાન ખૂબ વધારે હતું. મારું આખું શરીર દુખતું હતું. આવી સ્થિતિમાં, હું હોસ્પિટલમાં ગઇ અને ડૉક્ટરોએ કહ્યું કે મને ટોન્સિલિટિસ છે.
ડૉક્ટરોએ કહ્યું કે આ એર કંડિશનરના કારણે થઈ શકે છે. તેણે કહ્યું કે પહેલી રાત્રે અમે રૂમમાં એર કંડિશનર ખૂબ જ ઓછા તાપમાને ચલાવ્યું હતું. લિયાનાએ કહ્યું કે બીમાર પડ્યા પછી, તે હોટલના ડૉક્ટર પાસે નહોતી ગઈ કારણ કે તે ખૂબ જ "મોંઘો" હતો. પણ પછી મારે હોસ્પિટલ જવું પડ્યું. ડૉક્ટરોએ કહ્યું કે એસીની અંદર ફૂગ ઉગી ગઈ હશે, જેના કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીમાં રાહતનો કાલે છેલ્લો દિવસ, રવિવારથી ફરી તાપમાન ઊંચકાશે
March 28, 2025 10:55 AMજો વીમા કંપનીથી છુપાવ્યું દારૂનું વ્યસન તો તમને વીમાનો દાવો નહીં મળે
March 28, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech