BREAKING NEWS

જામનગર: ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર લાગેલી આગ હજુ રાત્રે બુઝાય તેવી શકયતા 

  • May 22, 2026 05:52 PM 

જામનગર: ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર લાગેલી આગ હજુ રાત્રે બુઝાય તેવી શકયતા 

જામનગરમાં ગુરૂવારે સવારથી જ કોઇ કારણસર અચાનક ગુલાબનગર ખાતે આવેલા કચરાના ડમ્પીંગ પોઇન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરના જવાનો સતત મહેનત કરી રહ્યા છે, આજે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ગુરૂવારે લાગેલી આગના સ્થળે ૩૦ થી વધુ ફાયરની ગાડીઓનું ફાયરીંગ કરવામાં આવ્યું છે, ફાયરના અધિકારી જયવીરસિંહ રાણાના જણાવ્યા મુજબ આજ રાત સુધીમાં આ આગ સંપુર્ણપણે કાબુમાં આવી જશે. ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટને દુરથી જોઇએ તો ગઇકાલથી જ ભારે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અને આજુબાજુના લોકો પણ આ દ્રશ્ય જોવા આવ્યા હતા. ફાયરના જયવીરસિંહ રાણા ઉપરાંત કામીલ મહેતા, અનવર ગજ્જણ, ઉમેશ ગામેતી, જયંતિભાઇ ડામોર સહિતના જવાનોએ સતત મહેનત કરીને ૮૦ ટકા આગ બુઝાવી દીધી છે અને લગભગ રાત સુધીમાં સંપુર્ણપણે આગ કાબુમાં આવી જશે તેમ જણાવ્યું હતું. 
​​​​​​​


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application