સૌથી મોટી ડીઝાસ્ટર ફિલ્મ બની આ ફિલ્મ, દેશભરના સિનેમાઘરોમાં પૂરી 300 ટીકીટ પણ ના વેચાઈ

  • November 04, 2023 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક દિવસથી બોલીવૂડમાં આવેલી ફિલ્મો ફેન્સ પર ખાસ જાદૂ ચલાવી શકી નથી. એવામાં અજય બહલની 'ધ લેડી કિલર' પણ આ લીસ્ટમાં શામેલ થઇ શકે છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવાર જોવા મળી છે. આ ફિલ્મ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.


'ધ લેડી કિલર'માં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની સ્ટાર પાવર હોવા છતાં, ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની શરૂઆત ખૂબ જ ઠંડી હતી અને તેની સાથે તેની કમાણીને પણ અસર થઈ હતી. હવે 'ધ લેડી કિલર'ની પહેલા દિવસની કમાણીના આંકડા પણ આવી ગયા છે. ઈન્ડસ્ટ્રીના ટીકીટ ટ્રેકર પ્રમાણે, ફિલ્મે શરૂઆતના અંદાજ મુજબ દેશભરમાં માત્ર 293 ટિકિટો જ વેચી છે અને માત્ર 38000 રૂપિયાનું કલેક્શન કર્યું છે.


ભૂમિ પેડનેકર અને અર્જુન કપૂરની જોડી પહેલીવાર 'ધ લેડી કિલર'માં સ્ક્રીન પર જોવા મળી રહી છે. પરંતુ આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે અને આ સાથે જ આ ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં, 'ધ લેડી કિલર' લાંબા સમય સુધી સિનેમાઘરોમાં ટકી રહેવાની કોઈ આશા નથી. અને આ સાથે આ ફિલ્મ અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application