ગણતંત્ર દિવસે પ્રખ્યાત યુટ્યુબરે રચ્યો ઇતિહાસ, વિદેશની ધરતી પર એવું કાઇક કર્યું કે, યુઝર્સ કહ્યું વાહ !

  • January 28, 2023 04:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આ અવસર પર એક યુટ્યુબરે અમેરિકાના આકાશમાં ભારતનો વિશાળ નકશો બનાવીને ઈતિહાસ રચ્યો હતો. યુટ્યુબર ગૌરવ તનેજાએ અમેરિકાના આકાશમાં ભારતનો 350 કિલોમીટર લાંબો નકશો દોરીને બધાનું ધ્યાન ખેચ્યું હતું.

યુટ્યુબર ગૌરવ તનેજાએ અમેરિકાના આકાશમાં લગભગ 3 કલાક સુધી વિમાન ઉડાડ્યું અને 350 કિલોમીટર લાંબો ભારતનો નકશો બનાવીને એક મોટી સિદ્ધિ મેળવી. આ કામમાં તેમની પત્ની રીતુ રતિ તનેજા પણ તેની સાથે જુવ મળે છે. 

ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે, પાઇલટ, યુટ્યુબર અને ફિટનેસ નિષ્ણાત ગૌરવ તનેજાએ તેમના મિશન 'ભારત આકાશમાં'ના ભાગરૂપે હવામાં એક વિશાળ ભારતીય નકશો બનાવ્યો. પોતાની સિદ્ધિ શેર કરતા ગૌરવ તનેજાએ લખ્યું, "અમે ભારતનો સૌથી મોટો નકશો બનાવીને ઈતિહાસ રચ્યો. અમે લગભગ 3 કલાક સુધી ઉડાન ભરી અને 350 કિલોમીટર લાંબો નકશો બનાવ્યો. તમારા સમર્થન અને ભારત માતાના આશીર્વાદ વિના આ બિલકુલ શક્ય ન હોત. ."

યુટ્યુબર ગૌરવ તનેજાની સાથે તેની પત્ની કેપ્ટન રિતુ રાઠી પણ આ કામમાં હતી, જેમને તેણે પોસ્ટમાં ટેગ કર્યા હતા. મિશન 'ઈન્ડિયા ઈન ધ સ્કાય' એ પાઈલટ તરીકેની તેની સફરને જાહેર કરવાની ગૌરવની પહેલ છે. આ મિશન દેશને શ્રદ્ધાંજલિ પણ છે અને ભારતને તેની ટોચ પર લઈ જવાનો પ્રયાસ પણ છે. યુટ્યુબર ગૌરવ તનેજા દ્વારા અમેરિકાના આકાશમાં ભારતનો વિશાળ નકશો બનાવવાની આ સિદ્ધિ પર આજે દરેક ભારતીયને ગર્વ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ યુટ્યુબર ગૌરવ તનેજાના આ કામની પ્રશંસા કરી રહ્યા છે. તનેજાની પોસ્ટને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application