BREAKING NEWS

જામનગર: જિ.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી તા.૨૫ના રોજ થશે

  • May 19, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જિ.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી તા.૨૫ના રોજ થશે

જામનગર જિલ્લાનાં છ તાલુકા પંચાયતોના હોદેદારોની તા.૨૩ના રોજ વરણી

જામનગર જિ.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી તા.૨૫ના રોજ કરવામાં આવશે, જયારે જામનગર જિલ્લાના છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી શનિવાર તા.૨૩ના રોજ યોજવા રાજયના વિકાસ કમિશનર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે અને આગળની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિ.પંચાયતના પ્રમુખ તરીકે સામાન્ય મહિલા વિભાગમાંથી નિમણુંક કરવામાં આવશે આમ પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જયારે દ્વારકા જિ.પંચાયતની ચુંટણી તા.૨૫ના રોજ થશે. 

રાજયની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં હોદેદારો નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ બંધ કવર તા.૨૫ના રોજ સવારે ખોલવામાં આવશે જયારે  તાલુકા પંચાયતના પ્રમુખની ચુંટણી તા.૨૩ના રોજ જાહેર કરાશે. કાલાવડની ૧૬ બેઠકોમાંથી ભાજપને ૧૩, કોંગ્રેસને ૨, અને આપને ૧ બેઠક મળી હતી. તેમા મહિલા પ્રમુખ ચુટાશે જયારે જામજોધપુરમાં ૧૬માંથી ૧૧ બેઠકો ભાજપ અને ૭ બેઠક પર આપના સભ્ય ચુંટાયા છે અહીંયા ઓબીસી જ્ઞાતિના મહિલા પ્રમુખ અનામત છે.

લાલપુર તાલુકા પંચાયત ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપને હાર આપીને આમ આદમી પાર્ટીએ ૧૮માંથી ૧૦ બેઠકો મેળવી છે જયારે ભાજપને ૬, કોંગ્રેસ અને અપક્ષને ૧-૧ બેઠક મળી છે. અહીં પ્રમુખમાં સામાન્ય પુરૂષ અનામત છે.

ધ્રોલ તા.પંચાયતમાં ૧૬માંથી ૧૪ બેઠક ભાજપને મળી છે અને સામાન્ય પુરૂષ અનામત છે. તેવી જ રીતે દ્વારકા તા.પંચાયતની ચુંટણી તા.૨૩ના રોજ થશે, ૪ પંચાયતના પ્રમુખની ચુંટણી થશે જયારે દ્વારકા જિ.પંચાયતની ચુંટણી તા.૨૫ના રોજ થશે. આમ જિલ્લાનાં પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application