અર્થતંત્ર 3 વર્ષમાં અને શેરબજાર 2 મહિનામાં 5 ટ્રિલિયન ડૉલરનું થશે

  • February 20, 2024 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા ઓલ ટાઈમ હાઈ પર નિફ્ટી, લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલ પણ રૂ. ૩૯૧ લાખ કરોડની રેકોર્ડ હાઈ પર ; પીએસયુ સ્ટોક્સમાં હેરાફેરીનો ભય વધ્યો


ભારતીય શેરબજારમાં સતત તેજી ચાલી રહી હતી. નિફ્ટી ફિફ્ટી ઈન્ડેક્સ ૨૨,૧૮૬ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૦.૩૭% ના વધારા સાથે ૨૨,૧૨૨ ના સ્તર પર બંધ થયો હતો. આ સાથે જ સેન્સેક્સ પણ ૨૮૧ પોઈન્ટ વધીને ૭૨,૭૦૮ પર બંધ થયો હતો. આ કારણે સોમવારે રોકાણકારોની મૂડીમાં રૂ. ૨.૨૦ લાખ કરોડનો વધારો થયો છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૯૧.૬૯ લાખ કરોડની સર્વકાલીન ટોચે પહોંચી ગયું છે.



એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે જો સેન્સેક્સ આ સ્તરેથી ૫% વધે તો ભારતીય શેરબજાર ૫ ટ્રિલિયન રૂપિયાનું થઈ જશે, જ્યારે ભારતીય અર્થતંત્રને આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં ૩ થી ૪ વર્ષનો સમય લાગશે. છેલ્લા છ મહિનામાં ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં ૧ ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે, જેમાં સૌથી મોટો ફાળો સરકારી કંપનીઓના શેરમાં વધારો છે. સેન્સેક્સની સાથે બીએસઇ, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલમાં પણ છેલ્લા ૬ મહિનામાં વધારો થયો છે.



બ્રોકરેજ પેઢીના જણાવ્યા અનુસાર, જો પીએસયુ બેન્કોની સાથે ડિફેન્સ, રેલવે અને પાવર શેરોમાં સતત વધારો થાય તો આગામી બે મહિનામાં જ ભારતીય શેરબજાર રૂ. ૫ ટ્રિલિયનનું બની જશે, જો કે કેટલાક પીએસયુ શેરોના નીચા પબ્લિક ફ્લોટને કારણે નિષ્ણાતો હવે ચિંતા વ્યક્ત કરે છે. તેમનું કહેવું છે કે પંજાબ સિંધ બેંક, એલઆઈસી, ઓવરસીઝ બેંક, યુકો બેંક જેવા પીએસયુમાં ટ્રેડિંગ માટે બહુ ઓછા શેર ઉપલબ્ધ છે, તેથી તેમના શેરોમાં હેરાફેરીની શક્યતા વધી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News