IVF ટ્રીટમેન્ટમાં ડોક્ટરે કરી આવી ગંભીર ભૂલ !

  • August 05, 2023 07:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડોક્ટરની બેદરકારીના કારણે ઘણી વખત દર્દીને ગંભીર અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ઓપરેશન દરમિયાન પેટમાં ટુવાલ, ઘડિયાળ કે કાતર છોડી દેવાના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે. પરંતુ આ વખતે પેન્સિલવેનિયાથી ડોક્ટરની આવી ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જેના કારણે મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો. મહિલા હંમેશની જેમ ચેક અપ માટે ડૉક્ટર પાસે ગઈ.

આ દરમિયાન મહિલાના ગર્ભાશયમાં સેલાઈન નાખવાને બદલે ડોક્ટરે એસિડનું ઈન્જેક્શન આપી દીધું. મહિલાનું નામ ક્રિસ્ટીન છે, જે એક શિક્ષિકા છે. અહેવાલ અનુસાર, ક્રિસ્ટીન પેન્સિલવેનિયાના એક ક્લિનિકમાં ગઈ હતી, જ્યાં તેણે સલાઈન ઈન્ફ્યુઝન સોનોગ્રામ કરાવ્યો હતો, જેમાં ગર્ભાશયની અંદર સલાઈન નાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ગર્ભાશયની અંદરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ક્રિસ્ટીનના સલાઈન ઈન્ફ્યુઝન સોનોગ્રામનો હેતુ ફેલોપિયન ટ્યુબમાં કોઈ સમસ્યા છે કે કેમ તે શોધવાનો હતો. જો કે, તેને ખબર ન હતી કે તે કરાવ્યા પછી તેને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે.


ક્રિસ્ટિને જણાવ્યું કે, ડોક્ટરે તેને ઈન્જેક્શન આપતાં જ તેને બળતરા થવા લાગી. તેણે ડૉક્ટરને પણ કહ્યું કે તેને બળતરા થઈ રહી છે. પરંતુ ડોકટરે તેણીની ચિંતાને એમ કહીને અવગણી હતી કે તે માત્ર સલાઈનની અસર હતી. સલાઈન ઈન્જેક્ટ કર્યા પછી ક્રિસ્ટીને જોયું કે તેની જાંઘ અને પગ પર લાલ ફોલ્લીઓ ઉભરી આવી છે. લાલ ફોલ્લીઓ જોયા પછી, અલ્ટ્રાસાઉન્ડ ટેકનિશિયનને ખબર પડી કે તેણે સલાઈન નાખવાને બદલે ટ્રાઇક્લોરોએસેટિક એસિડનું ઇન્જેક્શન આપ્યું.


ટ્રાઇક્લોરોએસેટિક એસિડનો ઉપયોગ સામાન્ય રીતે મસાઓ દૂર કરવા અને પિમ્પલ્સ અને લાલ-ભૂરા ફોલ્લીઓની સારવાર માટે થાય છે. ક્રિસ્ટીનને શરીરની અંદર અને બહાર એમ બંને રીતે કેમિકલ બર્નનો સામનો કરવો પડ્યો હતો. ક્રિસ્ટીને જણાવ્યું કે તે IVF ટ્રીટમેન્ટ લઈ રહી છે. આ ભયંકર ઘટનાએ તેના પ્રજનન અંગને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું. આ ઘટના વર્ષ 2022ની છે. આજે પણ આટલા લાંબા સમય પછી પણ ક્રિસ્ટીનને બેસતી વખતે દર્દનો સામનો કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application