જુગાર કલબના ભાગીદાર પત્રકારો સામે અંતે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો

  • September 18, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના દુધસાગર રોડ પર રબાની કોમ્પલેક્ષમાં દુકાનમાં ચાલતી જુગાર કલબ પર ક્રાઈમ બ્રાંચે ત્રણ માસ પહેલા તા.2/6ના રોજ પાડેલા દરોડામાં વોન્ટેડ ત્રિપુટી શુક્રવારના રાત્રે પોલીસના હાથમાં આવ્યા બાદ જુગાર કલબના ભાગીદારો તરીકે વોઈસ ઓફ ડેના બે પત્રકારો સહિત ચાર પત્રકારોના નામ ખુલ્યા છે. હાલ આ ચારેય પત્રકારો પોલીસના ચોપડે વોન્ટેડ છે. ક્રાઈમ બ્રાંચે ચારેયને પકડી લેવા શોધખોળ આદરી છે.


રબ્બાની કોમ્પલેક્ષના બીજા માળે દુકાનમાં ચાલતી જુગાર કલબ પરથી જે તે સમયે ક્રાઈમ બ્રાંચે 21 શખસોને 7 લાખની માલમત્તા સાથે પકડયા હતા. જે તે સમયે સંચાલક ત્રિપુટી પોલીસના હાથમાં આવી ન હતી. ત્રણેક માસથી નાસતા ફરતા ત્રણેય શખસો ગત શુક્રવારના રોજ પોલીસના સકંજામાં સપડાયા હતા. ત્રણેય સંચાલકો શોકત હસેન કરગથરા (ઉ.વ.36 રહે. નવી ઘાંચીવાડ શેરી નં.6, જિલ્લા ગાર્ડન પાસે) તેમજ મનહરપરા મેઈન રોડ પર રહેતા શાહબાજ હબીબ કુરેશી (ઉ.વ.35) તથા ભવાનીનગર શેરી નં.5માં રહેતા જયેશ ભીખુ ભટ્ટીની પીઆઈ બી.ટી.ગોહીલ, પીએસઆઈ એન.એન.પરમાર સહિતના સ્ટાફે ધરપકડ કરી હતી.


ત્રણ માસે હાથમાં આવેલી જુગાર ત્રિપુટીની હાથ ધરાયેલી પુછપરછમાં ચાર પત્રકારો પરસાણાનગર શેરી નં.17માં રહેતા દિગ્વીજયસિંહ જયવીરસિંહ ઝાલા, સદર બજારમાં રહેતો હશેન જોએબ ભારમલ, ઘાંચીવાડ શેરી નં.6માં રહેતા એઝાઝ અહેમદ શેખ તથા ચિરાગ અશોક ચાવડા (રહે. ભગવતીપરા શિવશકિત બ્લોક નં.31)ના નામ ખુલ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ચારેય શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


તપાસનીશ સુત્રો પાસે જુગાર કલમ ત્રિપુટીએ આપેલી કેફીયતમાં આ જુગાર કલબમાં ચારેય પત્રકારોની ભાગીદારી હતી. જેમાં પરમીશન લઈ આવી દેવાની કે પોલીસ જુગાર કલબ પર આવશે નહીં દરોડા નહીં પાડે તેની જવાબદારી કે આવી વાતો થતી આ પત્રકારો દ્વારા અપાઈ હતી અને જે પેટે ચારેયની 60 ટકા ભાગીદારી નકકી કરાઈ હતી. સંચાલક ત્રિપુટીના ભાગમાં 40 ટકાનો હિસ્સો હતો. કલબ ચાલુ થયાના સપ્તાહમાં જ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડયો હતો. થોડો સમય ચાલેલી આ જુગાર કલબમાંથી થયેલી આવકમાં સવા લાખ પિયા ચારેય પત્રકારોને ભાગમાં ચુકવાયા હતા. કલબની બહાર ચારેય પત્રકાર ધ્યાન રાખતા હતા. આવા સીસીટીવી ફૂટેજ પણ જે તે સમયે ક્રાઈમ બ્રાંચને મળ્યા હતાનું સુત્રોએ જણાવ્યું છે.

મંજુરી ક્રાઈમ બ્રાંચ દ્વારા કે કોઈ અધિકારી દ્વારા મંભમમાં હા ભણીને કે સંબંધો સાચવવા માટે આપવામાં આવી હતી કે કેમ ? તે તો સંચાલકો કે જેઓના નામ ખુલ્યા છે તે વ્યકિતઓ જાણતા હશે પરંતુ આ સમગ્ર જુગાર કલબના ઈશ્યુમાં એક ડોકટર તરીકે ઓળખાતા એક અધિકારીની સ્થિતિ વિમાસણપ બની ગઈ હોવાનું ચચર્ઈિ રહ્યું છે. આ દરોડામાં ત્રિપુટીની કેફીયતના આધારે નામ ખુલ્યા છે. જેમાં આગળની તપાસમાં શું થશે ? તેવું મીડીયા જગતમાં પણ ભારે ચચર્ઈિ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application