લગ્નની રસમમાં પણ દેખાયો 'મની હેઇસ્ટ'નો ક્રેઝ !

  • April 28, 2023 12:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પેનિશ વેબ સિરીઝ 'મની હેઇસ્ટ' ખૂબ જ લોકપ્રિય બની છે. આ સીરિઝએ માત્ર સ્પેનમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને લોકોને તેનો કોન્સેપ્ટ ખૂબ પસંદ આવ્યો હતો. આ કારણે લોકોને સિરીઝમાં પહેરવામાં આવતા ચોરોના કપડા એટલા પસંદ કરવા લાગ્યા કે આજે પણ કોઈ થીમ પાર્ટીમાં દોવા મળે છે. પણ એક લગ્નમાં દુલ્હનના ભાઈએ પૈસા લૂંટનારા ચોરની સ્ટાઈલમાં દેખાઈને બધાને ચોંકાવી દીધા હતા. 

આ દિવસોમાં એક પાકિસ્તાની લગ્નનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક 'મની હેઇસ્ટ' ચોરના કપડાં અને માસ્ક પહેરીને લગ્નના ફંકશનમાં આવે છે અને વરરાજાના જૂતાની ચોરી કરે છે અને ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ વીડિયો વરદા સિકંદર દ્વારા શેર કરવામાં આવ્યો છે. 

વાયરલ વીડિયોમાં, દુલ્હનનો ભાઈ 'મની હેઇસ્ટ'ના ચોરો જેવો કોસ્ચ્યુમ અને માસ્ક પહેરીને લગ્નમાં પ્રવેશે છે અને સ્ટેજ તરફ દોડે છે જ્યાં વર-કન્યા બેઠેલા જોવા મળે છે. ત્યારે જ તે વરરાજાના પગમાંથી જૂતા છીનવી લે છે અને પછી ડીજે ફ્લોર પર જઈને ડાન્સ કરવા લાગે છે. તેની સાથે અન્ય લોકો ડાન્સ કરતા જોવા મળે છે. યુવક ઘણા લોકો સાથે ફોટો પડાવતો પણ જોવા મળે છે. આ એક્ટ જોઈને બધા હસી રહ્યા છે. એવું લાગે છે કે તેના આ એક્ટે બધાના દિલ જીતી લીધા છે. બેકગ્રાઉન્ડમાં, વેબ સિરીઝનું ટાઈટલ ટ્રેક, બેલા ચાઓ પણ વગાડવામાં આવ્યું હતું છે. હાલ આ વિડીયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application