ઉત્તર પ્રદેશમાં આગ્રા શહેરના નાગલા કાલી વિસ્તારમાં રસ્તા પર ગંદકી અને કચરાના ઢગલા વચ્ચે એક યુગલે તેમની ૧૭મી મેરેજ એનીવર્સારીની ઉજવણી વર-કન્યાના વેશમાં કરી હતી. બંનેએ ગંદી અને દુર્ગંધવાળી ગટરની વચ્ચે ફોટો પણ પડાવ્યો હતો. આ દંપતીએ ગંદકી અને કચરાના ઢગલા તરફ જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોરવા માટે આ કર્યું.
દંપતીએ એકબીજાને માળા પહેરાવી હતી, જ્યારે સ્થાનિક રહેવાસીઓએ તેમના હાથમાં પ્લેકાર્ડ પકડ્યા હતા. 'જો રસ્તાઓ અને ગટર યોગ્ય રીતે બનાવવામાં નહીં આવે તો તેઓ વોટ નહીં આપે' એવું લખાણ આ પ્લેકાર્ડ પર હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સમસ્યા ૧૫ વર્ષથી છે પરંતુ છેલ્લા ૮ મહિનામાં આ રોડ ગંદા ગટરમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે વિસ્તારના લોકો માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
આ રોડ પરથી ૩૦થી વધુ કોલોનીના લોકો આવે છે અને જાય છે. ગંદકીના કારણે સ્થાનિક લોકોને હવે બે કિલોમીટરનો ફેરો કરવો પડે છે. વિસ્તારની એક ડઝન વસાહતોની બહાર 'વિકાસ નહીં તો મત નહીં'ના પોસ્ટરો પણ ચોંટાડવામાં આવ્યા હતા પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. રહેવાસીઓએ ફરિયાદ કરવા છતાં, જનપ્રતિનિધિઓએ કોઈ પગલાં લીધાં નથી, તેથી ભગવાન શર્માએ તેમની પત્ની ઉમા શર્મા સાથે આ અનોખો વિરોધ કરવાનું નક્કી કર્યું.
ભગવાન શર્માએ કહ્યું કે અમે છેલ્લા ૧૫ વર્ષથી સતત પ્રયાસો કરી રહ્યા છીએ. અમે તમામ નેતાઓ અને સંબંધિત અધિકારીઓ પાસે ગયા. કોઈ કાર્યવાહી ન થતાં અમારે આ રીતે વિરોધ કરવાની ફરજ પડી હતી. જ્યારે ઉમા શર્માએ કહ્યું કે વિરોધ આ મુદ્દાને મોટા પાયા પર ઉજાગર કરવા માટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech