રિલાયન્સ ત્રીજી વખત ટોચ પર ; મર્જર પછી એચડીએફસી બેન્ક ત્રીજા સ્થાને ; ટોપ ૧૦માં એચસીએલ અને કોટક ; સ્ટાર્ટઅપ કંપનીઓને થયું ૪ લાખ કરોડનું નુકસાન
દેશની ટોપ-૫૦૦ ખાનગી કંપનીઓનું વેલ્યુએશન ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં વધીને રૂ. ૨૩૧ લાખ કરોડ થયું છે. આ દેશની જીડીપીના ૭૧% છે. ઉપરાંત, જીડીપી સાઉદી અરેબિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર કરતા વધારે છે. ગતરોજ જાહેર કરાયેલ હુરુન ઈન્ડિયા-એક્સિસ બેંકના અહેવાલ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ત્રીજા વર્ષે ટોચની ૫૦૦ કંપનીઓમાં ટોચ પર છે. તેની મૂડી ૧૫.૬૫ લાખ કરોડ રૂપિયા છે. ટીસીએસ રૂ. ૧૨.૪ લાખ કરોડ સાથે બીજા સ્થાને છે.
મર્જર પછી રૂ. ૧૦ લાખ કરોડના મૂલ્યાંકનને પાર કરીને એચડીએફસી બેન્ક ત્રીજા સ્થાને છે. ટોપ-૫૦૦ કંપનીઓમાં લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના વેચાણનો વૃદ્ધિ દર ૧૩% વધીને ૯૫૨ બિલિયન ડોલર થયો છે. એક્સિસ બેંકના એમડી અમિતાભ ચૌધરીએ કહ્યું કે, આ ૫૦૦ કંપનીઓ ૭૦ લાખ લોકોને રોજગાર આપે છે.
એચસીએલ ટેક અને કોટક મહિન્દ્રા બેંક ટોપ ૧૦માં છે. તો જીઓ ફાઈનાન્શીયલ ૨૮માં સ્થાને છે. ૪૪% કંપનીઓ સર્વિસ સેક્ટરની છે. ૫૬% ફીઝીકલ પ્રોડક્ટ વેચે છે. ૪૩૭ કંપનીઓના બોર્ડમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૭૯ કેસમાં મહિલાઓ સીઈઓ રેન્ક પર છે. ૩૪૨ કંપનીઓના મૂલ્યમાં વધારો થયો છે. ૧૮ના ભાવમાં બમણાથી વધુનો વધારો થયો છે. સુઝલોને ૪૩૬% વૃદ્ધિ સાથે સૌથી વધુ પ્રોપર્ટીનું સર્જન કર્યું છે. જિંદાલ સ્ટેનલેસ અને જેએસડબ્લ્યુ ઈન્ફ્રાની સંપત્તિમાં પાંચ અને ચાર ગણો વધારો થયો છે. સ્ટાર્ટઅપ કંપનીઓને ૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં બાયજુ, ડીલશેર અને ફાર્મ ઈઝીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech