અંગ્રેજોના વખતની જેલનું દોઢ કરોડના ખર્ચે રિનોવેશન કરી મેરેજ હોલમાં રૂપાંતરણ

  • February 04, 2023 06:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અંગ્રેજોના વખતની જેલને રિનોવેટ કરીને તંત્ર દ્વારા એક મેરેજ હોલ બનાવવામાં આવ્યો છે. જેથી કોઈ પણ વ્યક્તિ લગ્ન અને અન્ય સામાજીક પ્રસંગો અહિંયા ગોઠવી શકે છે. જેલની થીમ પર મેરેજ હોલને ડિઝાઈન કરવામાં આવ્યો છે. 


રાજકોટ શહેરના ACP મુનાફ ખાન પઠાને જણાવ્યું કે રાજકોટમાં જે બ્રિટિશના સમયની જેલ હતી તેને અત્યારે રિનોવેટ કરીને મેરોજ હોલ બનાવવામાં આવ્યો છે. અહિંયા જુની જેલની થીમ પ્રમાણે તમે મેરેજ ફંકશન રાખી શકાશે.

અત્યારે આ જેલમાં મેરેજના અને એ સિવાયના સામાજીક પ્રસંગો રાખવામાં આવે છે. કોઈ પણ બહારની વ્યક્તિ પણ અહિંયા ફંકશન રાખી શકે છે.

આ જુની જેલમાં કેદીઓને રાખવા માટે અલગ અલગ કોટડી હતી.જેને રિનોવેટ કરીને વર અને કન્યાના રૂમ બનાવવામાં આવ્યા છે.આ સાથે જ મહેમાનો માટે પણ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે.


 રાજકોટના લોકો માટે 15000 રૂપિયામાં આ હોલ મેળવી શકે છે. આ સાથે જ તેમને 2 હજાર મેઈનટેન્સના રૂપિયા આપવા પડે છે. એટલે કે કુલ 17 હજાર રૂપિયામાં તેને આ હોલ ભાડે મળી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application