મગજની આંતરિક ઘડિયાળ આપે છે માર્ગદર્શન: સંશોધન

  • July 19, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણું મગજ વર્તણૂક દરમિયાન ન્યુરોન્સના ગ્રુપમાં વિકસિત થતી પ્રવૃત્તિની પેટર્નના આધારે અનુમાન લગાવે છે: જૈવિક લય ચક્રને નિયંત્રિત કરનારી સર્કેડિયન ઘડિયાળ મગજને પ્રેરણા આપે છે



એરિસ્ટોટલથી લઈને આઈન્સ્ટાઈને સમયની પ્રકૃતિ વિશે સંશોધન કર્યું. આઈન્સ્ટાઈને સમયને જોવા અને સમજવા માટે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સમયનું વિસ્તરણ અથવા સંકોચન થઇ શકે છે. જેને ટાઈમ ડિલેશન કહે છે. વિજ્ઞાન માને છે કે જેમ બ્રહ્માંડ સમયને વળાંક આપે છે, તેમ આપણી ન્યુરલ સર્કિટરી સમયના અનુભવને વધારી અથવા ઘટાડી શકે છે. નેચર ન્યુરોસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, વૈજ્ઞાનિકો ઉંદરમાં ન્યુરલ પ્રવૃત્તિની પેટર્નને ધીમી અથવા ઝડપી બનાવવામાં સક્ષમ હતા, તેમજ તેમની સમયની સમજણને પણ વળાંક આપ્યો હતો. આનાથી ખબર પડી કે આપણા મગજની આંતરિક ઘડિયાળ આપણા વર્તનને કેવી રીતે માર્ગદર્શન આપે છે.




આપણી જૈવિક લય અને ઊંઘવા કે જાગવાના ચક્રને નિયંત્રિત કરનારી સર્કેડિયન ઘડિયાળ જાણકારી આપે છે કે આપણું શરીર સેકન્ડથી મિનિટના સ્કેલ પર સમય કેવી રીતે માપે છે. નવો અભ્યાસ ચોક્કસ સેકન્ડથી મિનિટોના સમય પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેના પર આપણું વર્તન ટકી રહે છે. જેમ કે જ્યારે તમે બસ સ્ટોપ પર રાહ જોતા હોવ કે ટેનિસ બોલ રમતા હોય તે બંને અનુભવ સંપૂર્ણપણે અલગ હોય છે.




કમ્પ્યુટરની સેન્ટ્રલાઇઝ કલોકની ટીક-ટીકથી વિપરીત, આપણું મગજ સમયનો વિકેન્દ્રિત અને ફ્લેક્સીબલ અહેસાસ જાળવી રાખે છે, જે સમગ્ર મગજમાં ફેલાયેલા ન્યુરોનલ નેટવર્કની ગતિશીલતા દ્વારા આકાર લે છે. એક નવા અભ્યાસ મુજબ આપણું મગજ વર્તણૂક દરમિયાન ન્યુરોન્સના ગ્રુપમાં વિકસિત થતી પ્રવૃત્તિની પેટર્નના આધારે અનુમાન લગાવે છે.


સંશોધનકર્તા માર્ગારીડાએ અહેવાલ આપ્યો છે કે ઉંદરમાં ન્યુરલ પ્રવૃત્તિને રેકોર્ડ કરવા માટે ઓપ્ટોજેનેટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તકનીક ચોક્કસ કોષોને ઉત્તેજિત કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઠંડકથી ઉંદરોની પ્રવૃત્તિની પદ્ધતિમાં વધારો થયો છે, જ્યારે વોર્મિંગ દ્વારા સંકોચન થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application