જામનગરવાસીઓ પર લદાયેલા કરબોજને કટ કરશે સત્તાધિશો

  • February 08, 2023 12:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંદાજપત્રમાં મ્યુ. કમિશ્નર દ્વારા જામનગરવાસીઓ પર લાદવામાં આવેલા અડધા અબજના કરબોજ પર સત્તાધિશો મોટો કાપ મુકશે એવા સંકેતો મળ્યાછે,  પાણી, મિલ્કતવેરા સહિતના જુદા જુદા સ્વરૂપે જે રૂ. ૫૩ કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે તેમાં આવતીકાલે મળનારી સ્ટે. કમિટીની ખાસ બજેટ બેઠકમાં લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલો કાપ મુકવામાં આવશે અને આ રીતે સત્તાધિશો નગરવાસીઓને રાહત આપશે.


જામનગર મહાનગરપાલીકાનું વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ. ૧૦૭૯.૪૦ કરોડનું રૂ. ૫૩ કરોડના વધારાના કરવેરા સાથેનું બજેટ આવતીકાલે સ્ટે. કમિટીમાં જશે ત્યારે ચેરમેન મનિષ કટારીયાના અઘ્યક્ષસ્થાને મળનારી સ્ટે. કમિટી લોકોની વ્હારે આવશે અને રૂ. ૫૩ કરોડના નવા કરવેરાની દરખાસ્ત છે તેમાંથી પાણી, મિલ્કતવેરા, સ્ટ્રીટલાઇટ યુઝર્સ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ સહિતના અધોઅધ નવા સુચવેલા ચાર્જીસ રદ કરશે અને લોકોને રાહત આપે તેવી સંભાવના જોવા મળે છે.


આવતીકાલે જામનગર મહાપાલીકાનું રૂ. ૧૦૭૯.૪૦ કરોડનું મહત્વનું બજેટ સ્ટે. કમિટીમાં રજુ થશે અને તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે, છેલ્લા ૩-૪ વર્ષથી જામનગર મહાપાલીકાએ એવો કોઇ વેરો નાખ્યો નથી, તેથી આ વખતે વેરા નાખવા પડે તેમ પણ છે, પરંતુ પાણીવેરામાં મ્યુ. કમિશ્નરે ૧૧૫૦ના બદલે ૧૫૦૦ કરવાની દરખાસ્ત કરી છે તેમાં થોડો વધારો થશે અને બાકીમાં રાહત અપાશે, ઉપરાંત મિલ્કતવેરામાં પણ ૨૫ ચો.મી. સુધીમાં રૂ. ૧૮૦, ૨૫ થી ૩૦ ચો.મી.માં ૪૮૦, ૩૦ થી ૪૦ સુધીમાં ૬૪૦ અને ૪૦થી વધુ પરિણામલક્ષી દર મુજબનો વધારો સુચવી દેવામાં આવ્યો છે, પરંતુ તેમાં પણ ૫૦ ટકા જેટલી રાહત મળે તેવી શકયતા છે.


ક્ધઝવર્સી એન્ડ સુઅરેજ ટેક્ષમાં મ્યુ. કમિશ્નરે વધારો સુચવ્યો છે તેમાં પણ રાહત થવાની શકયતા છે, ઉપરાંત વ્હીકલ ટેક્ષમાં રૂ. ૩.૧૭ કરોડ, પ્રોપર્ટી ટેક્ષમાં ૩૨ કરોડ, વોટરચાર્જમાં ૬ કરોડ, સોલીડવેસ્ટ કલેકશન ચાર્જમાં ૨.૮૪ કરોડ, ક્ધજવર્સી એન્ડ સઅરેજ ટેક્ષમાં ૧.૫૦ કરોડ, ફાયર ચાર્જીસમાં ૦.૭૮ કરોડ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટમાં રૂ. ૦.૭૮ કરોડ અને સ્ટ્રીટલાઇટ યુસેજ ચાર્જમાં ૫.૬૬ કરોડનો અને અન્ય કરદરમાં રૂ. ૦.૨૭ કરોડ સહિત રૂ. ૫૩ કરોડનો વેરો વધારવા દરખાસ્ત સુચવવામાં આવી છે, તેમાં ૫૦ ટકાથી વધુ રાહત આપવામાં આવે તેવી શકયતા છે.


આ વખતેનું બજેટ કેટલીક નવી યોજનાઓ પણ લાવી રહયું છે, તે લોકોએ આવકારી છે, અત્યાધુનીક લાયબ્રેરી, મલ્ટીપર્પઝ હોલ, ગ્રીન એનર્જી સહિતના રૂ. ૬૪૨ કરોડના વિકાસના કામો આ ચેરમેનના બજેટમાં આવરી લેવાયા છે, નવા આયોજનમાં હર ઘર એક વૃક્ષ યોજના, નવી સ્માર્ટ સ્કુલ, દિવ્યાંગ વાહનધારકો માટે રાહત, શિક્ષણીક હેતુસર વિધાર્થીઓને ભેટ, જનરલ બોર્ડનું બિલ્ડીંગ, નવા બે ફાયર સ્ટેશન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રૂ. ૧૭.૮૧ કરોડના રસ્તા, રૂ. ૨૪.૫૭ કરોડના ખર્ચે ડ્રેનેજ વીથ વોટર હાર્વેસ્ટીંગ અને બોકસ કેનાલ, બે નવા આરોગ્ય કેન્દ્ર અને બે નવા એનીમલ સેલ્ટર હોમ, ૮૯.૨૦ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના, નવા પમ્પીંગ સ્ટેશનો સહિતના વિકાસના કામો કરવામાં આવશે તેમજ શહેરની મઘ્યમાં આવેલ ટાઉનહોલને પણ રૂ. ચારેક કરોડના ખર્ચે રીપેરીંગ કરવામાં આવશે, ટુંકમાં આવતીકાલના બજેટ અંગે સ્ટે. કમિટી લોકોને થોડી રાહત આપશે, જામ્યુકોનું આ બજેટ પ્રજમ વખત ચાર આંકડાનું થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application