વર્લ્ડકપ ન મળ્યો પણ મેચ જોવાનો રેકોર્ડ તુટ્યો, ડિઝની હોટસ્ટાર પર આટલા કરોડ લોકોએ મેચ જોઈ બનાવ્યો રેકોર્ડ

  • November 20, 2023 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ જીતી છે. સળંગ 10 મેચ જીત્યા બાદ ફાઇનલમાં ભારત હારી ગયું અને લાખો લોકોનું દિલ તુટી ગયું. જો કે, આ એક એવી રમત છે જેમાં જીત અને હાર હોય છે, તેમાં કંઈ સારું કે ખરાબ નથી હોતું, બંને ટીમો સખત મહેનત કરે છે. વર્લ્ડ કપ તો નથી મળ્યો પરંતુ હોટસ્ટાર પર મેચ જોવાનો લોકોનો રેકોર્ડ તૂટી ગયો હતો. 5.9 કરોડ લોકોએ એક સાથે આ મેચ લાઈવ જોઈ હતી.

નવા રેકોર્ડે દરેક જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચમાં ભારતની જીતની ઉજવણી ડિઝની હોટસ્ટાર પર એક સાથે 5.3 કરોડ દર્શકોએ કરી હતી. એટલે કે 5.3 કરોડ લોકો હોસ્ટાર પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. વિશ્વભરના લગભગ 5.9 કરોડ લોકોએ ડિઝની હોટસ્ટાર પર ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.


ગયા મહિને વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 3.5 કરોડ લોકોએ લાઈવ જોઈ હતી. Disney Hotstar પર વેબ સિરીઝ, ટીવી સિરિયલ્સ અને લેટેસ્ટ મૂવીઝ જોવા માટે તેનું સબસ્ક્રિપ્શન ખરીદવાનું રહે છે. આ સિવાય એરટેલ, વોડાફોન અને જિયો રિચાર્જ પ્લાનમાં પણ ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application