ટ્રમ્પ-ચીન ફેક્ટર સોનાને વધુ ચમકાવશે, લગ્નેસરાની સીઝનમાં થશે અસર

  • March 14, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેન્ટ્રલ બેંક ઓફ ચાઈનાની સાથે ચીનના લોકો પણ મોટાપાયે કરી રહ્યા છે સોનાની ખરીદી : આરબીઆઈ હવે ઈમ્પોર્ટ ડ્યુટી વગર આયાત કરી શકશે સોનું


કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઈમ્પોર્ટ ડ્યૂટી ભર્યા વિના સોનાની આયાત કરવાની પરવાનગી આપી છે. સરકારનો હેતુ આરબીઆઈ માટે સોનાની આયાતની કિંમત ઘટાડવાનો છે. આની અસર સ્થાનિક સોનાના બજાર પર પણ પડશે, કારણ કે આ પગલાથી પુરવઠો વધી શકે છે અને ભાવમાં ઘટાડો થઇ શકે છે. ભારતમાં સોનાના ઊંચા ભાવને કારણે સોનાના દાગીનાની ખરીદી ઘટી શકે છે.


આઈબીજેએના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે, જો સોનાના ભાવ આટલા ઉંચા રહેશે તો તેની વર્તમાન લગ્ન સિઝનમાં માંગ પર અસર પડશે. સોનાના દાગીનાનું વેચાણ ઘટી રહ્યું છે. સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 66,000 થી રૂ. 67,000 વચ્ચે છે.


નિષ્ણાતોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં સોનામાં તેજીનું વલણ ચાલુ રહી શકે છે. ઊંચા ભાવને કારણે છૂટક માંગ ઓછી રહી શકે છે, પરંતુ રોકાણની માંગ મજબૂત રહેવાની ધારણા છે. રોકાણકારોએ હવે ઓછામાં ઓછા 7 વર્ષના સમયગાળા માટે સોનામાં રોકાણ કરવું જોઈએ. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને ચીનમાં મોટી ખરીદી જેવા પરિબળો આમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો અનિશ્ચિતતા વધી શકે છે. કેડિયા ફિનકોર્પના નીતિન કેડિયાએ જણાવ્યું કે, એમસીએક્સ પર સોનું 67,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને આંતરરાષ્ટ્રીય બજારમાં 2,300 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે જે 2163 ડોલર પર છે.




ચીનના કારણે સોનું મોંઘુ થઈ રહ્યું છે. ચીનની સેન્ટ્રલ બેંક ઝડપથી પોતાના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. ચીનનો ગોલ્ડ રિઝર્વ 2,245 ટન પર પહોંચી ગયો છે, જે ઓક્ટોબર 2022 કરતાં 300 ટન વધુ છે. ચીનની સેન્ટ્રલ બેંકની સાથે સાથે ચીનના લોકો પણ મોટાપાયે સોનાની ખરીદી કરી રહ્યા છે. ચીનમાં શેરબજાર અને પ્રોપર્ટી સેક્ટરની હાલત ખરાબ છે. આ જ કારણ છે કે ચીનના લોકો પોતાની સંપત્તિ બચાવવા માટે સોનામાં ભારે રોકાણ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application