મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાદ્યપદાર્થ લાવવા બાબતે સુપ્રીમે કરી સિનેમા હોલ તંત્રની તરફદારી !

  • January 04, 2023 05:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં બહારથી ખાદ્યપદાર્થો લાવવા પર પ્રતિબંધ લગાવવો યોગ્ય છે. આ સિનેમા હોલ માલિકોના વ્યવસાયિક અધિકારોના દાયરામાં આવે છે. તેમની પાસેથી આ અધિકાર છીનવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હોલ પરિસરમાં જે મળે છે તે ખાવા માટે કોઈને ફરજ પાડવામાં આવતી નથી.


જમ્મુ-કાશ્મીરના સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ માલિકોની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ વાત કહી છે. આ અરજીકર્તાઓએ 2018માં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. ત્યારે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે સિનેમા હોલમાં આવતા લોકો બહારથી ખાવાની વસ્તુઓ લાવી શકે છે. આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application