સેબી ચીફ માધવી પુરી બુચ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના બોર્ડની આજે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. સેબી ચીફ માધવી પુરી બુચ પર હિંડનબર્ગ દ્રારા લગાવવામાં આવેલા આરોપો પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે દરેકની નજર સેબીની બોર્ડ મીટિંગ પર ટકેલી છે. ૧૦ ઓગસ્ટે હિંડનબર્ગ દ્રારા બુચ પર લગાવવામાં આવેલા આરોપો પછી આ બેઠક પ્રથમ વખત યોજાઈ રહી છે, તેથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માધવી પુરી બુચ છેલ્લા કેટલાક સમયથી નિશાના પર છે. હિંડનબર્ગ બાદ કોંગ્રેસે પણ તેમના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડે સેબી ચીફ પર લાગેલા આરોપોને ગંભીરતાથી લીધા છે અને આ અંગે બેઠકમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે. એવું પણ શકય છે કે માધવી પુરી બૂચ આ ચર્ચાથી પોતાને દૂર રાખે. સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે સેબીના ચેરપર્સન સામેના આરોપોને લઈને પહેલેથી જ ચર્ચા ચાલી રહી છે અને બોર્ડની બેઠકમાં આ અંગે વિચારણા અને ચર્ચા થઈ શકે છે. આ સિવાય સેબી દ્રારા રજૂ કરાયેલા ૧૧ કન્સલ્ટેશન પેપર પર પણ બેઠકમાં ચર્ચા શકય છે.
હિન્ડેનબર્ગે આરોપ મૂકયો હતો કે બૂચ અને તેના પતિએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્રારા નિયંત્રિત ઓફશોર ફંડસમાં રોકાણ કયુ હતું, જેનો ઉપયોગ કથિત રીતે ભારતમાં ગ્રૂપની લિસ્ટેડ એન્ટિટીના ભંડોળની હેરફેર કરવા અને શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો.
હિન્ડેનબર્ગે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે સેબીએ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ સંબંધિત નિયમોમાં સુધારો કર્યેા હતો જેનાથી બ્લેકસ્ટોનને ફાયદો થયો હતો, યાં બુચના પતિ વરિ સલાહકાર હતા.
કોંગ્રેસ પક્ષે બૂચ પર લિસ્ટેડ શેરોમાં વેપાર કરવાનો અને તેમના કાર્યકાળ દરમિયાન તેમના ભૂતપૂર્વ એમ્પ્લોયર આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી સ્ટોક ઓપ્શન્સ વેચીને પૈસા કમાવવાનો આરોપ મૂકયો હતો અને તેમની સલાહકાર ફર્મ દ્રારા લિસ્ટેડ કંપનીઓને સલાહકાર સેવાઓ પૂરી પાડી હતી, જે નિયમનકારના હિત સાથે વિરોધાભાસી હતી હિતોના સંઘર્ષની નીતિનું ઉલ્લંઘન છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech