Video : ખાલિસ્તાનીઓને ભારતની સીધી લપડાક, ગાંધીગીરી અપનાવી તિરંગાના અપમાનનો લીધો બદલો

  • March 20, 2023 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાનીઓના ઉપદ્રવ બાદ ભારતે હવે જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાંથી ભારતીય ત્રિરંગો ફેંકી દીધો હતો. જો કે હવે ખાલિસ્તાનીઓ કરતા પણ મોટો તિરંગો લહેરાવીને મોઢા પર થપ્પડ મારી દીધી છે. 

સામે આવેલા કેટલાક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લંડનમાં ભારતીય હાઈ કમિશનર પાસેથી તિરંગો હટાવી દેવામાં આવ્યો. તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો.

હકીકતમાં, યુકેમાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે રવિવારે (19 માર્ચ) ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું, અલગતાવાદી નેતા અમૃતપાલના ધ્વજ અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. અમૃતપાલ સિંહની તસવીર સાથેના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કેઅમૃતપાલ સિંહને મુક્ત કરો, અમને ન્યાય જોઈએ છે, અમે અમૃતપાલ સિંહ સાથે ઊભા છીએ. ખાલિસ્તાન સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને ભારતીય હાઈ કમિશનરની બહાર દેખાવો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત વિરોધી નારા પણ લગાવ્યા હતા. વાયરલ વીડિયોમાં એક ખાલિસ્તાની ભારતીય ધ્વજ ઉતારતો જોવા મળી રહ્યો છે. ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શનને રોકવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

પંજાબમાં રવિવાર (19 માર્ચ) સુધી આ અઠવાડિયે અમૃતપાલના કુલ 112 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે, જે તમામને અમૃતપાલ સિંહના કટ્ટર અનુયાયીઓ માનવામાં આવે છે. જોકે, અત્યારે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ફરાર છે. અગાઉ, અન્ય એક ખાલિસ્તાન સમર્થકની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તલવારો અને બંદૂકો સાથે ખાલિસ્તાન સમર્થકો પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ અથડામણમાં પંજાબ પોલીસના છ અધિકારીઓ ઘાયલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application