મિડલ ઇસ્ટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ: ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે ઘણી એરલાઇન્સે લીધો આ નિર્ણય; જુઓ લિસ્ટ

  • September 20, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયા સહિત ઘણી મોટી એરલાઈન્સે આ પ્રદેશમાં તેમની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. ઘણી મોટી એરલાઈન્સે મુસાફરો, ક્રૂ અને એરક્રાફ્ટની સુરક્ષાની ચિંતાને કારણે તેમની સેવાઓને રોકી છે અથવા અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. આવી સ્થિતિમાં મિડલ ઈસ્ટ જવાની યોજના બનાવી રહેલા પ્રવાસીઓએ તેમના પ્લાનિંગમાં ફેરફાર કરવો પડી શકે છે.


એર ઈન્ડિયા, એર ફ્રાન્સ-કેએલએમ, લુફ્થાન્સા, કેથે પેસિફિક અને ડેલ્ટા એરલાઈન્સ સહિતની કેટલીક એરલાઈન્સે સુરક્ષાની ચિંતાને કારણે તેલ અવીવ, બેરુત અને અન્ય સ્થળોની સેવાઓ અટકાવી દીધી છે.


આ એરલાઈન્સે સેવાઓ બંધ કરી

  • એર ઇન્ડિયા: ભારતીય એરલાઇન કંપનીએ તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ આગળની સૂચના સુધી રદ કરી છે.


  • એર અલ્જેરી: અલ્જેરિયન એરલાઈને લેબનોન માટે તેની ફ્લાઈટ્સ આગળની સૂચના સુધી રદ કરી દીધી છે.


  • એર ફ્રાન્સ-કેએલએમ: એર ફ્રાન્સે 19 સપ્ટેમ્બર સુધી બેરૂત અને તેલ અવીવની સેવાઓ રદ કરી હતી. જો કે આજે પણ આ સેવાઓ સુચારૂ રીતે કામ કરતી જણાતી નથી. KLM એ 26 ઓક્ટોબર સુધી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ અને બેરૂત અને અન્ય સ્થળોની સેવાઓ 31 માર્ચ, 2025 સુધી સ્થગિત કરી દીધી છે.


  • કેથે પેસિફિક: હોંગકોંગ સ્થિત એરલાઈને માર્ચ 2025 સુધી તેલ અવીવની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.


  • ડેલ્ટા એરલાઇન્સ: યુએસ કેરિયરે 31 ડિસેમ્બર, 2024 સુધી ન્યૂયોર્ક અને તેલ અવીવ વચ્ચેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.


  • લુફ્થાંસા ગ્રૂપ: જર્મન એરલાઇન્સે 19 સપ્ટેમ્બર સુધી તેલ અવીવ અને તેહરાન માટે તમામ સેવાઓ અટકાવી દીધી છે, જ્યારે બેરૂતની સેવાઓ 30 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.


મધ્ય પૂર્વમાં તણાવને કારણે ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. હવે પેસેન્જર્સે તેમના ટ્રાવેલ પ્લાનમાં ફેરફાર કરવો પડી શકે છે. ત્યારે મુસાફરોને અપડેટ માટે તેમની એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. તે પછી જ પ્રવાસની તૈયારી કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application