The Great Indian Family : પુશ્તૈની પંડિત બની પૂજા પાઠ કરનાર વીકી કૌશલ ખરેખર છે મુસ્લિમ, હકીકત સામે આવતા જ પરિવારે છેડો ફાડ્યો

  • September 12, 2023 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકી કૌશલ અને માનુષી છિલ્લરની ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવતા જ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. હવે દર્શકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિકી કૌશલ આ ફિલ્મમાં બલરામપુરના પ્રખર પંડિતની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક કોમેડી એન્ટરટેઈનર છે જેમાં વિકી કૌશલ સાથે માનુષી છિલ્લર લીડ રોલમાં જોવા મળશે. તેમની સાથે યશપાલ શર્મા, મનોજ પાહવા અને કુમુદ
મિશ્રા પણ મહત્વના રોલમાં જોવા મળશે.



ફિલ્મનું ટ્રેલર તો ઈન્ટ્રેસ્ટીંગ છે જે તેના ગીત કન્હૈયા ટ્વિટર પે આજાથી શરૂ થાય છે. જે પછી વિક્કી પોતાનો પરિચય ભજન કુમાર ઉર્ફે વેદ વ્યાસ ત્રિપાઠી તરીકે આપે છે. તે પોતાને બલરામપુરના પંડિત તરીકે વર્ણવે છે જે પૂજા-પાઠ અને ભજન અને કીર્તનનું આયોજન કરે છે. આ પછી તે માનુષીને મળે છે. પછી એક દિવસ ભજન કુમારને ખબર પડે છે કે તે મુસ્લિમ છે અને પછી ફિલ્મની વાસ્તવિક વાર્તા શરૂ થાય છે.




વિકી કૌશલની છેલ્લી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં જોવા મળ્યો હતો. સારા અલી ખાન સાથેની તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. હવે તે 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં જોવા મળશે. આ સિવાય તેની પાસે મેઘના ગુલઝારની ફિલ્મ 'સામ બહાદુર' પણ રીલીઝ થવાની છે. માનુષી છિલ્લરે સમ્રાટ પૃથ્વીરાજ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' તેની બીજી ફિલ્મ છે. તેની ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application