4 જાન્યુઆરીએ દિલ્હી હાઇકોર્ટ કરશે મહુઆ મોઇત્રાની અરજી પર સુનાવણી 

  • December 19, 2023 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી આવાસ રદ કરવા અને ૭ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ખાલી કરવાના આદેશ સામે તાજેતરમાં જ લોકસભામાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની અરજી પર દિલ્હી હાઇકોર્ટ ૪ જાન્યુઆરીએ સુનાવણી કરશે. ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે નોંધ્યું હતું કે, હકાલપટ્ટી વિરુદ્ધ મોઇત્રાની અરજીની સુનાવણી ૩ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ થવાની છે. આ સાથે એમ પણ નોંધ્યું છે કે, ૭ જાન્યુઆરી સુધીમાં બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સ્થિતિમાં બેન્ચે કેસની સુનાવણી ૪ જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.  

​​​​​​​
મોઇત્રાએ દિલ્હી સરકારના એસ્ટેટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશને પડકાર્યો છે. આદેશ હેઠળ, મોઇત્રાનું સરકારી આવાસ ૧૪ ડિસેમ્બરથી રદ કરવામાં આવ્યું હતું અને ૭ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં તેને ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે મોઇત્રાએ કોર્ટ પાસે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના પરિણામો સુધી સરકારી આવાસનો કબજો જાળવી રાખવાની મંજૂરી આપવાનો નિર્દેશ પણ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોઇત્રાને અનૈતિક વર્તણૂક માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ૮ ડિસેમ્બરના રોજ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ભેટ સ્વીકારવા અને સંસદની વેબસાઇટના યુઝર આઈડી અને પાસવર્ડ તેમની સાથે શેર કરવા બદલ લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application