TETની પરીક્ષાની તારીખો જાહેર, આગામી મહીને અંદાજે 3 લાખ 59 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

  • March 18, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષક બનવા ઈચ્છુક યુવાનો માટે TET 1-2ની પરીક્ષા આપવી ફરજીયાત છે. રાજ્યમાં છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે હવે આ વર્ષે ફરી આ પરીક્ષા યોજાનાર છે.

શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ ટેટ-1ની પરીક્ષા આગામી 16 અપ્રિલના રોજ લેવાશે, જ્યારે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે.

નોંધનીય છે કે, ગત વર્ષે 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે આજરોજ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. 

રાજ્ય મંત્રી કુબેર ડીંડોરે ટવીટ દ્વરા માહિતી આપી છે કે, TET-1ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે, જેમાં અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે 23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application