ગુજરાત સહિત દસેક રાજ્યોમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધી વધારો થશે: હવામાન ખાતાની આગાહી

  • April 10, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે, જેમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે, એવી હવામાન વિભાગ (આઈએમડી)એ આગાહી કરી હતી.દેશમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઝારખંડ, ઓડિસા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યના તાપમાનમાં સરેરાશ ચારેક ડિગ્રીનો વધારો થશે, જ્યારે હીટવેવ પણ ફૂંકાઈ શકે છે, એવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિસામાં વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. જોરદાર પવન સાથેનું વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે, ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે નાગરિકોએ તકેદારીના પગલાં ભરવાનું હિતાવહ રહેશે. એના સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઓડિસા, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ સહિત પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમોમાં પણ હીટવેવ ફૂંકાઈ શકે છે, એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં રવિવારે દિવસ દરમિયાન મહત્તમ 35 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું હતું, જ્યારે મુંબઈ શહેરના તાપમાનમાં પણ સરેરાશ અડધા ઔંશનો ઘટાડો થયો હતો. અહીં એ જણાવવાનું કે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચંદીગઢ સહિત અન્ય રાજધાનીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેમાં અમુક રાજ્યોમાં કમોસમી વરસાદને કારણે પાકપાણી પર અસર થઈ હતી.
ગયા અઠવાડિયા દરિમયાન મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કુદરતી આફત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તેના સંબંધિત વીમાનું વળતર ખેડૂતોને મળી શકે છે. સરકારના આ નિર્ણયને કારણે સીધી રીતે ખેડૂતોને ફાયદો થઈ શકે છે, એવું પણ સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application