ભાડૂતને 4 કીડી પડી રૂ.8 હજારમાં..! મકાન માલિકે આ કારણે વસૂલ કર્યો દંડ

  • June 27, 2023 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્યારેય વિચાર્યું નહિ હોય કે 4 કીડી માટે રૂ.8 હજાર દંડ ભરવો પડશે.ભાડે રહેનારના રોમમાં મકાન માલિકે 4 કીડી જોતા તેને મારવા માટે કરેલો ખર્ચ ભાડૂત પાસેથી વસુલ્યો હતો.આ ખર્ચ મામુલી ન હતો.4 કીડી માટે રૂ.8 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.પરંતુ કેસ સોલ્વ થતા દંડ ભરવો પડ્યો ન હતો.


આ વિચિત્ર ઘટના સિડનીના કોમેડિયન ટોમ કેશમેન અને તેના બે રૂમમેટ સાથે બની હતી. કેશમેને જણાવ્યું કે તે રૂમમેટ્સ સાથે બહાર ગયો હતો. તે દરમિયાન મકાનમાલિકે કથિત રીતે કીડી જોઈ.ભાડાના મકાનમાં રહેતા લોકોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે તેમનાથી વધુ સારી રીતે કોઈ સમજાવી શકે નહીં. આવું જ કંઈક એક કોમેડિયન સાથે થયું, જ્યારે મકાન માલિકે તેની પાસેથી 8 હજાર ચાર્જ વસૂલ્યો કે તેના રસોડામાં ચાર કીડીઓ જોવા મળી. અજુગતું લાગ્યું હશે, પરંતુ આ સત્ય છે. આ વિચિત્ર કિસ્સો ઓસ્ટ્રેલિયાના સિડનીનો છે.


આ વિચિત્ર ઘટના સિડનીના કોમેડિયન ટોમ કેશમેન અને તેના બે રૂમમેટ સાથે બની હતી. કેશમેને જણાવ્યું કે તે રૂમમેટ્સ સાથે બહાર ગયો હતો. દરમિયાન, તેને રિયલ એસ્ટેટ એજન્ટનો ઈ-મેલ મળ્યો, જે વાંચીને તે સ્તબ્ધ થઈ ગયો. કેશમેન ત્યારે સિડની કોમેડી ફેસ્ટિવલ ગાલામાં પરફોર્મ કરી રહ્યો હતો.કોમેડિયનના જણાવ્યા મુજબ એજન્ટે ઈ-મેલમાં લખ્યું હતું કે મકાનમાલિકને તેના રસોડામાં અને બાથરૂમમાં કીડીઓ મળી હતી. જેને દૂર કરવા માટે પેસ્ટ કંટ્રોલર મોકલવામાં આવ્યા હતા. આના પર કુલ $99 (એટલે ​​​​કે રૂ. 8,119.12) ખર્ચવામાં આવ્યા હતા. તે ભાડુઆતની જવાબદારી હોવાથી પૈસા તેણે ચૂકવવાના રહેશે.


કેશમેનનો દાવો છે કે તેણે ક્યારેય તેના ઘરમાં કીડીઓ જોઈ નથી. જ્યારે તેણે એજન્ટને આનો પુરાવો માંગ્યો તો તેણે ચાર કીડીઓની તસવીર બતાવી. કોમેડિયન એ વિચારીને દંગ રહી ગયો કે કીડીને ધક્કો મારવાના નામે તેની પાસેથી 25 ડોલર વસૂલવામાં આવ્યા હતા.મામલો એટલો વધી ગયો કે મામલો ઓસ્ટ્રેલિયા ફેર ટ્રેડિંગ સુધી પહોંચ્યો. જ્યાં કેશમેન અને તેના રૂમમેટ્સની તરફેણમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો. એજન્ટને 'કીડીનો ઉપદ્રવ' ચાર્જ માફ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે રિયલ એસ્ટેટ એજન્સીએ આ મામલાને ટ્રિબ્યુનલમાં પડકાર્યો છે. પરંતુ કેશમેનને આશા છે કે ચાર કીડીઓ તેને નુકસાન પહોંચાડી શકશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application