મોબાઇલમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરે ફીનાઇલ પીધું

  • June 14, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુત્ર રાત્રિના મોડે સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોય ઠપકો આપ્યો હતો: બામણબોરના યુવાનોનો એસિડ પી આપઘાતનો પ્રયાસ



શહેરના ગોંડલ રોડ પર આવેલા ખોડીયાર પરામાં રહેતા ૧૭ વર્ષના કિશોરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કિશોર રાત્રિના મોડે સુધી મોબાઇલમાં ગેમ રમતો હોય જેથી આ બાબતે પિતાએ ઠપકો આપતા તેનું માઠું લાગી જતા આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.




બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર આવેલા ખોડીયારપરામાં રહેતા વિશાલ અરવિંદભાઈ પરમાર (ઉ.વ 17) નામના કિશોરે રાત્રિના પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિશાલ બે ભાઈ બે બહેનના પરિવારમાં નાનો છે તે કારખાનામાં કામ કરે છે. તે રાત્રિના મોઢે સુધી મોબાઇલમાં ગેમ રમતો હોય અને બે થી ત્રણ કલાક મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોય જેથી આ બાબતે તેના પિતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડ્યું છે.



જ્યારે અન્ય એક બનાવમાં બામણબોરમાં રહેતા અનિલ બાબુભાઈ ચૌહાણ(ઉ.વ 30) એ રાત્રિના આરએમસી ઓફિસ સામે બગીચામાં એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application