શાહરુખ ખાનની ડંકીનું ટીઝર થયું રિલીઝ, એક્સપેરીમેન્ટ મૂડમાં છે કિંગ ખાન

  • November 02, 2023 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આમ જોઈએ તો બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહ્યું છે. કેમ કે આ વર્ષે તેની બે ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થઈ અને બ્લોકબસ્ટર સાબિત થઇ. તો હવે ફરી કિંગ ખાન પોતાની વધુ એક નવી ફિલ્મ સાથે ફેન્સનું ડીલ જીતવા આવી રહ્યો છે. તે પઠાણ અને જવાન પછી હવે તે ડિસેમ્બરમાં ડેન્કી ફિલ્મ સાથે ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ કરવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ વખતે શાહરૂખ એક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મો બનાવી રહ્યો છે અને એક્સપેરીમેંટના મોડમાં છે. આવું જ કંઈક આ ફિલ્મમાં પણ જોવા મળે છે.


ટ્રેલરની વાત કરીએ તો તેમાં 5 મિત્રોની સ્ટોરી બતાવવામાં આવી છે. ટીઝરની શરૂઆતમાં શાહરૂખ ખાન રણ વિસ્તારમાં દોડતો જોવા મળે છે. તેની સાથે અન્ય કેટલાક લોકો પણ છે. કોઈ શૂટર તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ વિદેશ જવા રવાના થયા છે. શાહરૂખ તેના મિત્રો સાથે વિદેશ પહોંચી શકશે કે નહીં તેની આસપાસ વાર્તા બનાવવામાં આવી છે.


ટીઝર ખૂબ જ ટૂંકું છે અને ફિલ્મની વાર્તા વિશે વધુ જણાવતું નથી. ફરી એકવાર શાહરૂખ ખાનના લુક સાથે ફેરફાર કરવામાં આવ્યો  છે. જો કે, તેના લૂકમાં કંઈ નવું નથી, તેના બદલે ટીઝરમાં, તે તેની જૂની ફિલ્મો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ફેન અને ઝીરોના લુકની યાદ અપાવતો જોવા મળે છે.


શાહરૂખ ખાનની આ ફિલ્મ પહેલા 22 ડિસેમ્બર, 2023ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ બાદમાં તેની રિલીઝને 21 ડિસેમ્બર, 2023 પર મોકૂફ રાખવામાં આવી હતી. ક્રિસમસના અવસર પર શાહરૂખ ખાન ચાહકો માટે મનોરંજનનો ઓવરડોઝ લઈને આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત વિકી કૌશલ, બોમન ઈરાની, સતીશ શાહ અને તાપસી પન્નુ પણ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application