ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન, 88 વર્ષની વયે જામનગરમાં લીધા અંતિમ શ્વાસ

  • April 02, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાનીનું આજે સવારે નિધન થયું હોવાના સમાચાર છે. 


 જામનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 88 વર્ષના હતા અને કેન્સર સામે લડી રહ્યા હતા. સલીમ દુર્રાનીનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો અને તે ઘણા વર્ષો સુધી ભારત માટે ક્રિકેટ રમ્યા હતા. આ સાથે દુર્રાની અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે.


કાબુલમાં જન્મેલા સલીમ દુર્રાનીએ ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 1 જાન્યુઆરી 1960ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમી હતી. આ તેની ડેબ્યૂ મેચ હતી. દુર્રાની લગભગ 13 વર્ષથી ભારત માટે ક્રિકેટ રમ્યા છે. આ દરમિયાન તેણે 29 ટેસ્ટમાં 25.04ની એવરેજથી બેટિંગ કરીને 1202 રન બનાવ્યા છે, જેમાં તેણે પોતાના બેટથી 1 સદી અને 7 અડધી સદી જોયા છે. તે એવા બેટ્સમેન હતા જે ચાહકોની માંગ પર સિક્સર ફટકારતા હતા. આ સિવાય સલીમે બોલિંગમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 75 વિકેટ પણ લીધી છે. તે લિફ્ટ સ્પિન બોલર હતા. સલીમ દુરાનીએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ 06 ફેબ્રુઆરી 1973ના રોજ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં જ રમી હતી.


સલીમ દુર્રાની તેમના જબરદસ્ત દેખાવ માટે પણ જાણીતા હતા. તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. 1973માં સલીમે ચરિત્ર નામની ફિલ્મમાં કામ કર્યું હતું. તે ફિલ્મમાં દુર્રાનીએ અભિનેત્રી પરવીન બાબી સાથે કામ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application