જામ્યુકો દ્વારા પપ આસામીઓ પાસેથી ૯.રપ લાખનો વેરો વસૂલાયો

  • January 24, 2023 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી જેમનો મિલકત-વોટર ચાર્જ બાકી છે તે વસૂલાતની કામગીરી કરાઈ છે. જો કે, ટાર્ગેટ કરતાં ૩૦ ટકા જેટલો ઓછો વેરો વસૂલાયો છે. માર્ચ સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા કમિશનરે પણ અપીલ કરી છે ત્યારે પપ આસામીઓ પાસેથી રૂ.૯.રપ લાખનો વેરો વસૂલવામાં આવ્યો છે.


વોર્ડ નં.૨ માં ૨૫ (૫ચ્ચીસ) આસામીઓ પાસેથી રૂ.૧,૫૪,૬૧૬/-, વોર્ડ નં.૪ માં ૪ (ચાર) આસામીઓ પાસેથી રૂ.૧,૭૬,૭૨૫/-, વોર્ડ નં.૫ માં ૬ (છ) આસામીઓ પાસેથી રૂ.૧,૩૯,૪૩૬/-, વોર્ડ નં.૬ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૧૦,૬૩૫/-, વોર્ડ નં.૮ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૧૫,૦૦૦/-, વોર્ડ નં.૧૨ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૩૪,૦૫૦/-, વોર્ડ નં.૧૩ માં ૩ (ત્રણ) આસામીઓ પાસેથી રૂ.૧,૧૮,૯૬૭/-, વોર્ડ નં.૧૪ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૧૮,૩૨૦/-, વોર્ડ નં.૧૫ માં ૬ (છ) આસામીઓ પાસેથી રૂ.૧,૩૦,૯૪૮/-, વોર્ડ નં.૧૭ માં ૩ (ત્રણ) આસામીઓ પાસેથી રૂ.૪૫,૭૪૯/-, વોર્ડ નં.૧૮ માં ૨ (બે) આસામીઓ પાસેથી રૂ.૪૮,૪૮૦/- અને વોર્ડ નં.૧૯ માં ૨ (બે) આસામીઓ પાસેથી રૂ.૩૨,૬૬૨/- સહિત *કુલ-૫૫ (પંચાવન) આસામીઓ પાસેથી કુલ રૂ.૯,૨૫,૫૮૮/-ની વસુલાત કરવામાં આવેલ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application