શાહરૂખ ખાનની ટાલ પર ટેટુ, સંસ્કૃતમાં લખાવ્યું આ માતાજીનું નામ !

  • July 13, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શાહરૂખ ખાનની જવાન આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મે તાજેતરમાં તેનું ટીઝર રિલીઝ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર થોડી જ વારમાં વાયરલ થઈ ગયું હતું. ટીઝરમાં જે વાતે બધાને ચોંકાવી દીધા તે શાહરૂખનો બાલ્ડ લુક હતો. હવે વધુ એક રસપ્રદ વાત સામે આવી છે. વાસ્તવમાં તેના બાલ્ડ માથા પર એક ટેટૂ જોવા મળી રહ્યું છે, જે હવે ડીકોડ થઈ ગયું છે. તેણે ડાબા કાનની ઉપર સંસ્કૃતમાં ટેટૂ બનાવ્યું છે. "મા જગત જનની એવું SRKના માથા પર ટેટૂ બનાવેલ છે.


શાહરૂખ ખાનની ફિલ્મ જવાન જબરદસ્ત એક્શનથી ભરપૂર છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરમાં શાહરૂખ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. 2.12 મિનિટના ટીઝરમાં, નિર્માતાઓએ ફિલ્મની વિશાળ સ્ટાર કાસ્ટને પણ રજૂ કરી હતી. છેલ્લે, SRKનો બાલ્ડ લુક બતાવીને બધા ચોંકી ગયા હતા. પહેલા આ ફિલ્મ જૂનમાં જ રીલિઝ થવાની હતી, પરંતુ બાદમાં તેને ટાળી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.


જવાન એક એક્શન થ્રિલર છે જે એટલી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. તેમાં શાહરૂખ ખાન સાથે વિજય સેતુપતિ, નયનથારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ છે. તે કોમર્શિયલ એન્ટરટેઈનર હોવાનું કહેવાય છે અને તેમાં શાહરૂખ ડબલ રોલમાં છે. તેમાં અનિરુદ્ધ રવિચંદરનું સંગીત છે. નયનતારાની આ હિન્દી ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો 220 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું શૂટિંગ પૂણે, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, રાજસ્થાન અને ઔરંગાબાદમાં થયું છે. જવાન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application