ચિપ ટેસ્ટિંગ અને કરેક્શન માટે રિવ્યુ મેળવવા પસંદગીના ગ્રાહકોને મોકલાશે : ધોલેરામાં શરૂ થયેલ ગ્રુપની ચિપ ફાઉન્ડ્રીમાં મહિને 50,000 ચિપ બનાવી શકાય તેટલી ક્ષમતા
ભારતના સેમિકન્ડક્ટર એક્સપ્લોઈટને વેગ આપતા ટાટા ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે તેના બેંગલુરુ સ્થિત સંશોધન અને વિકાસ કેન્દ્ર ખાતેથી પાયલોટ લાઈનમાં પેકેજ્ડ સેમિકન્ડક્ટર ચિપની મર્યાદિત માત્રામાં નિકાસ કરવાનું શરૂ કર્યું છે. આ પેકેજ્ડ ચિપ જાપાન, યુએસ અને યુરોપમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના કેટલાક પાર્ટનર્સને મોકલવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ટાટા ગ્રૂપની કંપની આસામના મોરીગાંવ ખાતે તેના નવા ચિપ પેકેજિંગ યુનિટ અને ગુજરાતમાં ધોલેરા ખાતે 10 બિલિયન ડોલરની ચિપ ફાઉન્ડ્રી માટે પાયો નાખી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “ટાટા ઈલેક્ટ્રોનિક્સ ચિપ મલ્ટિપલ પાર્ટનર્સને તેમના ગ્રાહક આધારને ધ્યાનમાં રાખીને વિસ્તારી રહ્યા છે. આમાંના કેટલાક (ઉત્પાદનો) હજુ પણ પ્રાયોગિક તબક્કામાં છે.” અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે કંપની 28, 40, 55, 65 એનએમ(નેનોમીટર) અને કેટલાક અન્ય હાઇ નોડ્સમાં સેમિકન્ડક્ટર ચિપના સફળ ટેપ-આઉટ માટે અંતિમ તબક્કામાં છે. સફળ ટેપ-આઉટ પહેલાં મલ્ટિપલ રાઉન્ડ છે. તેથી, આમાંના કેટલાક ઉત્પાદનો આર એન્ડ ડીના લેટેસ્ટ તબક્કામાં હશે અને તેઓ ટેસ્ટિંગ અને કરેક્શન માટે રિવ્યુ મેળવવા માટે પસંદગીના ગ્રાહકોને મોકલવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પેક કરવામાં આવેલી અને હાલમાં નિકાસ કરવામાં આવતી ચિપનો ઉપયોગ બહુવિધ ઉત્પાદનોમાં થઈ શકે છે કારણ કે તે કોઈ ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી નથી. અહેવાલ મુજબ ટાટા ઇલેક્ટ્રોનિક્સે તેની વૈશ્વિક કામગીરી માટે સેમિકન્ડક્ટર ચિપ સપ્લાય કરવા માટે ટેસ્લા સાથે વ્યૂહાત્મક કરાર કર્યા હોવાનું માનવામાં આવે છે.
માર્કેટ રિસર્ચર કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ નીલ શાહે જણાવ્યું હતું કે આગામી 30-36 મહિનામાં ફેબ્સ કાર્યરત થાય તે પહેલાં ટાટા ગ્રૂપ માટે સંભવિત ગ્રાહકો અને ભાગીદારોને તેની ચિપ ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ દર્શાવવાનું શરૂ કરવું હિતાવહ છે. કંપની જે પ્રારંભિક સેમિકન્ડક્ટર ડિઝાઇન ડેવલપમેન્ટ વર્ક કરી રહી છે તેના એન્ડ-ટૂ-એન્ડ વિઝનનો લાભ લેવાની ટાટા માટે એક શ્રેષ્ઠ તક છે.
ધોલેરામાં ટાટા ગ્રુપની ચિપ ફાઉન્ડ્રી, તાઈવાનના પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે જોડાણમાં બની છે, જે દર મહિને 50,000 ચિપ શરૂ કરવાની આયોજિત ક્ષમતા ધરાવે છે. આ સુવિધા અગ્રણી નોડ્સ જેમ કે 28 એનએમ (નેનોમીટર) અને 40 એનએમ તેમજ કેટલાક લેગસી અથવા 55 એનએમ, 90 એનએમ અને 110 એનએમમાં ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે.
ટાટા સિવાય, સીજી પાવર ગુજરાતમાં સાણંદ ખાતે ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ યુનિટ પર પણ કામ કરી રહી છે. એચસીએલ ગ્રૂપ-ફોક્સકોન ગ્રૂપના સંયુક્ત સાહસ દ્વારા જાહેર કરાયેલ ઑએસએટી પ્લાન્ટ તેમજ હિરાનંદાની ગ્રૂપના તારક સેમિકન્ડક્ટર્સ દ્વારા કેન્સ ટેક્નૉલૉજી સાથે જોડાણ કર્યું છે તેવા અન્ય કેટલાક ઑએસએટી પ્લાન્ટ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech