કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

  • May 19, 2025 05:37 PM 

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. લોકો માર્ગ અકસ્માતનો ભોગ ન બને તે અનુસંધાને જરૂરી પગલા લેવા કલેકટરએ સબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. બેઠકમાં અગાઉની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો મુજબ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 


આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કરવામાં આવેલી કામગીરી જેમાં સાત રસ્તા સર્કલથી નાગનાથ જંકશન સુધીના રસ્તા પર સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ધુંવાવ પાસે તથા સમર્પણ સર્કલથી નાઘેડી જંક્શન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોય ભૂગર્ભ ગટર યોજના શાખા દ્વારા જરૂરી સાઈનેજીસ તથા ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવેલ છે.જામનગર જીલ્લામાં એપીએમસી ખાતે આવતા માલવાહક વાહનોમાં રેડીયમ અને રીફ્લેક્ટર લગાવવા માટેની તથા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. 


બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે માર્ગ અકસ્માતોના સ્થળોની તપાસ, બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો ઘટાડવા માટેના ઉપાયો, ઓવર સ્પીડિંગના વાહનોને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપીને અકસ્માત થવાનો ભય હોય તેવા સ્થળોએ અકસ્માત ટાળવા અંગે જરૂરી પગલાઓ લેવા જણાવ્યું હતું. 


આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર સહિત વિવિધ વિભાગોના વડા હાજર રહ્યા હતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application