સિરપ કૌભાંડ: રાજકોટ ભાજપ હોદ્દેદાર, બંધુની સંડોવણીનો પર્દાફાશ

  • July 10, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડવલાના ગોડાઉનમાં નશાકારક સિરપ બનાવવાના કારસ્તાનમાં બન્ને ભાઈ ઉપરાંત રાજકોટ તેમજ કલ્યાણપુર, ગોંડલના મળી છ શખસો સામે શાપર પોલીસે નોંધ્યો ગુનો: ધરપકડની તજવીજ




રાજકોટ નજીક શાપરના પડવલામાં ગોડાઉન પર શાપર–વેરાવળ પોલીસે દરોડો પાડી આયુર્વેદિક દવાના નામે નશાકારક સિરપ બનાવવાના ચાલતું કૌભાંડ પકડી પાડી સિરપ કૌભાંડમાં રાજકોટ શહેર ભાજપના હોદ્દેદાર ડોડિયા બંધુની સંડોવણીનો પર્દાફાશ કર્યેા છે. બન્ને ભાઈઓ ઉપરાંત રાજકોટના બે દેવભૂમિ દ્રારકાના કલ્યાણપુર તથા ગોંડલના મળી છ શખસો સામે છેતરપિંડી, વિશ્ર્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.





પોલીસના સૂત્રોની વિગતો મુજબ ગત મહિને તા.૧૮–૬ના રોજ પડવલા સર્વે ૯૩માં આવેલા પ્લોટ નં.૨૩ ખાતેના ગોડાઉન પર શાપર પોલીસે દરોડો પાડયો હતો. ગોડાઉન અંદરથી ૪.૮૧ લાખની કિંમતની ૪૮૫૦ બોટલ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. સિરપનું ઉત્પાદન, મિશ્રણ ગોડાઉન પર જ થતું હોય તેમ અન્ય સાધન, સામગ્રી પણ મળી આવી હતી.




ગોડાઉન પર એસેન્સ, મિશ્રણ કરવા માટેના વલોણા મશીન, ઈલેકટ્રીક મોટર્સ, સ્ટીકર્સ, બોટલો તથા અન્ય મટિરિયલ્સ મળી ૬.૧૨ લાખનો મુદામાલ કબજે લેવાયો હતો. રાજ માર્કેટિંગ નામના સ્ટીકર્સ લગાવી આયુર્વેદિક દવાઓના નામો આપીને આવી સિરપની બોટલોનું ઉત્પાદન અને વેચાણ થથું હતું. પોલીસ તપાસ બાદ રાજકોટના ગોકુલધામમાં પાણીના ટાંકાવાળી શેરીમાં રહેતા ધર્મેશ નયુભાઈ ડોડિયા તતા તેના ભાઈ રૂપેશ તેમજ બજરંગવાડી મોશીન સોસાયટીમાં રહેતા સલીમ બચુભાઈ કાણિયા, ગાંધીગ્રામના મનિષ ગીરીશભાઈ પાંઉ તથા દેવભૂમિ દ્રારકાના કલ્યાણફુના મહેશ સોમાભાઈ રોસિયા, ગોંડલના દેવપરામાં રહેતા અશરફ મીરની સંડોવણી ખુલતા છએ સામે છેતરપિંડી, વિશ્ર્વાસઘાતની કલમો હેઠળ શાપર–વેરાવળ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એસ.જે.રાણાએ તપાસ આરંભી છે.
પોલીસ કોઈ શેહશરમ વિના ઉંડાણપૂર્વક તપાસ કરે તો અન્યો કેટલાકના નામો પણ ખુલવાની સંભાવના દેખાઈ રહી છે. જાણવા મળ્યા મુજબ આરોપીઓ પૈકી ધર્મેશ ડોડિયા રાજકોટ શહેર બક્ષીપચં મોરચાના મંત્રી છે જયારે તેના ભાઈ રૂપેશ વોર્ડ નં.૧૨માં હોદેદાર હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application