લાલવાડી નજીક રાત્રીના શંકાસ્પદ થેલી મળતા પોલીસમાં દોડધામ

  • March 02, 2023 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લાલવાડી રોડ, જીડીશાહ સ્કુલ નજીક ગત મોડી રાત્રીના પ્લાસ્ટીકની થેલી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, આથી તાબડતોબ ટુકડી ત્યાં દોડી જઇ ખરાઇ કરતા તેમાંથી મૃત પ્રાણીના હોજરી સહિતના અવશેષો જોવા મળ્યા હતા, આથી રાહતનો દમ લીધો હતો.
​​​​​​​
જાણવા મળતી વિગત મુજબ લાલવાડી રોડ પર સ્કુલ નજીક જાહેર રોડ પર એક પ્લાસ્ટીકની થેલીમાં કોઇ મૃત શિશુને ત્યજી ગયું છે એવી ચર્ચાઓ ફેલાઇ હતી અને આ મામલે પોલીસને જાણ કરાઇ હતી આથી સીટી-એ પીઆઇ એમ.બી. ગજજર, પીએસઆઇ વાળા સહિતની ટુકડી તાબડતોબ સ્થળ પર દોડી ગઇ હતી, તપાસ કરતા શંકાસ્પદ થેલીમાં કોઇ પશુના હોજરી સહિતના અવશેષો જોવા મળ્યા હતા, આથી રાહતનો દમ લીધો હતો, આ તકે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ઉઠેલી ચર્ચાઓ શાંત થઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application