રિલાયન્સ મોલમાં શંકાસ્પદ બોકસ મળ્યું; ખોદા પહાડ નિકલા ચૂહા!

  • July 19, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસઓજી, ક્રાઈમ બ્રાંચ, બીડીએસ, ડોગ સ્કવોડ, માલવિયાનગર સહિતની પોલીસ દોડી, બોકસ ખોલતા અંદરથી લોખંડનો ભંગાર (પ્લેટ) નીકળી અને તપાસમાં પણ મોકડ્રીલ નીકળી




રાજકોટ શહેરમાં ૧૫૦ ફટ રિંગરોડ પર આવેલા રિલાયન્સ મોલમાં પડેલા શંકાસ્પદ બોકસે પોલીસ અને મોલના જવાબદારો, કર્મચારીઓને દોડતા કરી દીધા હતા. બોકસ ખોલ્યું તો અંદરથી લોખંડની બે પ્લેટો નીકળી અને સાથે ખોદા પહાડ નિકલા ચૂહાની જેવું થયું હતું. પોલીસ પરીક્ષામાં પાસ થઈ સાથે એવું જાહેર કરાયું હતું કે, આતો પોલીસે જ એસઓજીએ જ ગોઠવેલી મોકડ્રીલ હતી.




વાઘ આવ્યો વાઘ આવ્યો માફકની ઘટનામાં રિલાયન્સ મોલના મેનેજર દ્રારા મોલ કમ્પાઉન્ડમાં શંકાસ્પદ બોકસ પડયું હોવાની જાણ કરાઈ હતી. સવારે થયેલી જાહેરાતથી એસઓજી, ક્રાઈમ બ્રાંચ, માલવિયાનગર પોલીસ દોડી ગઈ હતી. તાત્કાલિક બી.ડી.એસ. (બોમ્બ ડિસ્પોઝેલ સ્કવોડ) અને સ્નીફર ડોગની પણ મદદ લેવાઈ હતી. બોકસમાં શું હશેને શું નહીં? સાથે સુરક્ષા સાધનો લઈને દોડી આવેલી બોમ્બ સ્કવોડ દ્રારા તકેદારી સાથે બોકસ ખોલાયું હતું. ખોદા પહાડ નીકલા ચૂહાની માફક બોમ્બ કે આવા કોઈ પદાર્થ પ્લાન્ટ કરાયા હશે કે કેમ? ના વિચારે બોકસ ખોલતા અંદરથી તો જૂની લોખંડની સ્ક્રેપ ટાઈપ બે પ્લેટ નીકળતા સમગ્ર પોલીસ ટીમ તથા મોલના જવાબદારોએ હાશકારો લીધો હતો. બોકસ ખુલતાની સાથે એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા દ્રારા પોલીસ કમિશનરની સૂચના આધારે સુરક્ષા સંબંધી વ્યવસ્તા અને પોલીસની એલર્ટનેસ ચેક કરવા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આવતા સાહે વડાપ્રધાન રાજકોટ હીરાસર એરપોર્ટ લોકાર્પણ માટે આવી રહ્યા છે જેને લઈને પણ પોલીસ વધુ સતેજ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application