ઋષભ પંતના IPL 2024 રમવા પર સસ્પેન્સ, આ કારણે મેદાન પર ક્રિકેટરની નહી થાય વાપસી

  • March 10, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી સિઝન શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ સીરીઝ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આવામાં, બધા રિષભ પંતના વાપસીની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પંત ગત સિઝનમાં રમ્યો ન હતો કારણ કે કાર અકસ્માતમાં તેને લિગામેન્ટમાં ઈજા થઈ હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંત IPLથી પુનરાગમન કરશે, પરંતુ પંતના ચાહકો માટે માઠા સમાચાર છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતને હજુ સુધી નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી. દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે પંતને NCA તરફથી 5 માર્ચે ફિટનેસ સર્ટિફિકેટ મળશે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, એવું નથી. NCAએ તેમને પ્રમાણપત્ર આપ્યું નથી. રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. આમાં તેને લિગામેન્ટમાં ઈજા થઈ હતી. આ માટે તેને સર્જરી કરાવવી પડી અને તેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. આઈપીએલ 2024માં તેની વાપસી થવાની આશા હતી પરંતુ આના પર સંકટ ઉભું થયું હોય તેવું લાગી રહ્યું છે.


પંતે આઈપીએલમાં રમવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડ્યો હતો પરંતુ સમાચાર છે કે તેને ક્લિયરન્સ મળી શક્યું નથી. પંતની ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સે તેનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો પરંતુ તેમને બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આ કારણે પંતની આઈપીએલ રમવા પર મુશ્કેલી ઉભી થઈ રહી છે. અહેવાલ મુજબ, જ્યારે તેઓએ દિલ્હી કેપિટલ્સને આ વિશે પૂછ્યું, તો તેઓએ આ સમાચારને નકાર્યા નહીં પરંતુ કહ્યું કે ફ્રેન્ચાઇઝી પાસે આ વિશે કોઈ માહિતી નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application