દર વર્ષે સિનેમાઘરો ઘણી ફિલ્મો રિલીઝ થાય છે. એ જ રીતે ઓટીટી પર પણ ઘણી બધી વેબ સિરીઝ આવે છે. એક્શન હોય, ડ્રામા હોય કે થ્રિલર કોમેડી હોય, મનોરંજનના રસિયાઓ પાસે હજારો વિકલ્પો ઉપલબ્ધ થાય છે. પરંતુ એવી કેટલીક વેબ સિરીઝ હોય છે કે જેની વાર્તા દિલને સ્પર્શી જાય છે. જીહા, અહીં વાત થઇ રહી છે સુષ્મિતા સેનની 'આર્યા' વિશે. આર્યાનો અંતિમ ભાગ ફેબ્રુઆરીમાં રિલીઝ થવાનો છે. આર્યા સિરીઝથી સુષ્મિતા સેને પુનરાગમ કર્યું છે અને આ સિરીઝમાં સુષ્મિતાના અભિનયને પસંદ કરવામાં આવ્યો છે. એટલે આર્યા સુષ્મિતા માટે ખૂબ જ મહત્વનો પ્રોજકટ સાબિત થઇ છે. પરંતુ જાણીને નવાઇ લાગશે કે આર્યા માટે સુષ્મિતા કયારેય પણ પ્રથમ પસંદ નથી રહી. જીહા, વાત એટલી જ સાચી છે.
આપણે ત્યાં મનોરંજનની દુનિયામાં એક અભિનેત્રી કોઇ પ્રોજેકટને રિજેકટ કરે તો અન્ય અભિનેત્રી તેને સ્વીકારે તે સામાન્ય બાબત છે. આર્યા સિરીઝ માટે પણ કઇક આવું જ થયું છે. જીહા, આર્યા માટે પ્રથમ પસંદ રવિના ટંડન રહી હતી. આગામી દિવસોમાં રવિના ટંડનની વેબ સિરીઝ 'કર્મા કોલિંગ' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હાલ તો અભિનેત્રી પૂરજોશમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે આર્યા વિશે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે વેબ સિરિઝ 'આર્યા' તેને પ્રથમ ઓફર કરવામાં આવી હતી. વર્ષો બાદ અભિનેત્રીએ ખુલાસો કર્યો કે વેબ શોની સ્ક્રિપ્ટ પણ ઘણી રોમાંચક હતી. છતાં પણ તેણે આર્યાની ઓફર નકારી કાઢી હતી. અને તેણે 'આરણ્યક' પ્રોજેકટ પસંદ કર્યો. જો કે, બાદમાં તેણે આ વેબ શો દ્વારા ઓટીટી ડેબ્યૂ પણ કર્યું.
આર્યા વેબ સિરીઝ હિટ રહી છે, સુસ્મિતા સેનને પણ આર્યાને કારણે સારી એવી લોકચાહના મળી છે. ત્યારે આટલી સારી વેબ સિરીઝની પ્રથમ ઓફર ઠુકરાવવા બદલ અભિનેત્રી રવિના ટંડનને કોઇ અફસોસ ન હોવાનું જણાવ્યુ હતું. આમ, રવિના ટંડને આર્યાની ઓફર નકારી કાઢતા અંતે આર્યાની સિરીઝ મિસ યુનિવર્સ સુસ્મિતાના ખાતા આવી ગઇ. પરિણામે, ફરી એક વખત સુસ્મિતાનું નસીબ ચમકી ગયું. આર્યાની પહેલી સીઝન વર્ષ 2020માં આવી હતી. જ્યારે બીજી સીઝન 2021માં સ્ટ્રીમ કરવામાં આવી હતી. ત્રીજી સિઝન નવેમ્બર 2023માં રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓએ તેના અંતિમ ભાગ માટે 9મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
આપને જણાવી દઇએ કે, 'આર્યા'માં જોરદાર પુનરાગમન બાદ સુષ્મિતા સેનના ખાતામાં બીજી વેબ સિરીઝ 'તાલી' આવી. જેમાં તેણે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી હતી. આ બંને વેબ સિરીઝે સુષ્મિતા સેનને ઓટીટીની રાણી બનાવી દીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech