ભાજપના દિગ્ગજ નેતાને થયું કેન્સર કહ્યું , "હું ચૂંટણીમાં કંઈ નહી કરી શકું"

  • April 03, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી કેન્સરથી પીડિત હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે. તેણે લખ્યું છે કે તે છેલ્લા છ મહિનાથી કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડિત છે અને તેથી લોકસભાની ચૂંટણી નહીં લડે.


તમને જણાવી દઈએ કે સુશીલ મોદીએ એક ઈમોશનલ પોસ્ટ લખતા કહ્યું હતું કે તેઓ છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. પીએમ મોદીને તમામ વાત કહી દેવામાં આવી છે. હું હંમેશા તમારો આભારી રહીશ અને દેશ, બિહાર અને પાર્ટી માટે સમર્પિત રહીશ.


સુશીલ કુમાર મોદીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ છેલ્લા 6 મહિનાથી કેન્સરથી પીડિત છે. પરંતુ હવે પહેલીવાર તેણે લોકોને પોતાની બીમારી વિશે જણાવ્યું છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બિહારમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં સુશીલ મોદી કોઈપણ મંચ પર દેખાતા ન હતા.


સુશીલ મોદીની 33 વર્ષની લાંબી રાજકીય કારકિર્દી પર નજર કરીએ, તો આપણને જાણવા મળે છે કે તેઓ ચારેય ગૃહો- રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી હોવા ઉપરાંત તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતાનું પદ પણ સંભાળી ચુક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application