દ્વારકાના વરવાળા ગામે હજરત પીર સૈયદ અબ્બા બાપુની દરગાહે ૫૧મો ઉર્ષ મહોત્સવ ત્રણ દિવસ સુધી ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં કોમી એકતાના અનોખા દર્શન થાય છે.
નામાંકિત કવ્વાલો અને ભજનિકો એક સાથે ભક્તિના સૂર રેલાવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રભરમાંથી હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ દરગાહે દર્શન કરવા આવે છે. દરગાહની ખાસ વિશેષતા એ છે કે અહીં નોનવેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
માંસાહારી ભોજન કર્યા પછી દર્શન માટે આવવાની પણ મનાઈ છે. ત્રણેય દિવસ શ્રદ્ધાળુઓ માટે માત્ર શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. મહોત્સવ દરમિયાન રાત-દિવસ ભક્તોની ભીડ જામે છે.
આ મેળો રોજગારીનું માધ્યમ પણ બને છે. અનેક લોકો વર્ષભરની કમાણી અહીંથી કરે છે. સ્ટોલ, ખાણીપીણી અને વિવિધ રાઈડ્સ દ્વારા મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પીર અબ્બા બાપુ પ્રત્યે હિંદુ-મુસ્લિમ બંને કોમની સમાન શ્રદ્ધા છે. શ્રદ્ધાળુઓ દરગાહે શીશ નમાવી આશીર્વાદ મેળવે છે અને માનતા પૂર્ણ કરવા આવે છે. આ મેળો કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.