સુરતની સ્પેશિયલ સાડી પર પ્રતિબંધ, ભાજપની આ રાજ્ય સરકારના ફરમાન બાદ સુરતીલાલાઓને અધધ 500 કરોડનું નુક્શાન

  • March 09, 2023 04:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામ સરકારે સુરતમાં બનતી અને આસામમાં વેચાતી મેખલા ચાદર નામની સાડી પર પ્રતિબંધ મૂક્યો છે, આવી સ્થિતિમાં સુરતના વેપારીઓ અને ઉત્પાદકોની હાલત કફોડી બની છે. મેખલા ચાદર સાડી પ્યોર સિલ્કની બનેલી હોવાથી તેની કિંમત 8,000 થી 10,000 રૂપિયા સુધીની છે, જ્યારે આ પોલિએસ્ટર સાડી સુરતમાં ગ્રાહકોને 700 થી 800 રૂપિયામાં ઉપલબ્ધ હતી.


સુરતમાંથી દર મહિને 500 કરોડની સાડીઓ આસામ મોકલવામાં આવતી હતી. જેના કારણે સુરતના વેપારીઓ પણ સારો ધંધો કરતા હતા. આસામ હેન્ડલૂમ બોર્ડના હસ્તક્ષેપથી, આસામ સરકારે 1 માર્ચના રોજ આસામી સિલ્ક પોલિએસ્ટર વેરિઅન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. એવું સૂચન કરવામાં આવ્યું હતું કે આસામી પોલિએસ્ટર સાડીઓના પોલિએસ્ટર સંસ્કરણથી સ્થાનિક હેન્ડલૂમ ઉદ્યોગોને ભારે નુકસાન થશે.


આસામ સરકાર દ્વારા સુરતથી જતી આસામી મેખલા સિલ્ક ચાદર સાડીની પર પ્રતિબંધ મૂકી દેવાતા સુરતના 15 હજાર જેટલા વર્કરોની રોજગારી સામે સવાલ ઉભો થયો છે. બંને રાજ્યમાં ભાજપની સત્તા હોવા છતાં સુરતના વેપારીઓને હવે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરતના વેપારીઓ પાસે તૈયાર કરવામાં આવેલી અંદાજીત 500 કરોડની સાડીના સ્ટોક પર બ્રેક લાગી જતા વેપારીઓ ચિંતામાં મૂકવામાં આવ્યા છે.


સુરતના વરાછામાં આવેલી ગ્લોબલ ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં એક બેઠક યોજવામાં આવી હતી. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવર્સ અને ટ્રેડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી આસામી મેખલા  સાડી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે શહેરના 250 જેટલા વિવર્સ અને 150 જેટલા ટ્રેડર્સનો અંદાજિત 500 કરોડથી વધુના માલ પર બ્રેક લાગી ગઈ છે.


આસામ સરકારના આકસ્મિક નિર્ણય બાદ સુરતના 15 હજાર જેટલા વર્કરોની રોજગારી સામે પ્રશ્નો ઉઠ્યા છે. તો વેપારીઓ સામે પણ મોટી મુશ્કેલીઓ ઉભી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application