અમેરિકાના પેન્ટાગોનને પછાડી સુરતનું ડાયમંડ બુર્સ બન્યું વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ, જુઓ ભવ્ય ઈમારતનો video

  • July 19, 2023 01:12 PM 

વેપારીઓને મુંબઈ જવાની નહી પડે જરૂર, ડાયમંડ બુર્સ બનશે વેપારીઓનું વન સ્ટોપ ડેસ્ટીનેશન
 

બિલ્ડીંગ કસ્ટમ ઓફિસ, બેંકિંગ સુવિધાઓ, ઓક્શન હાઉસ અને સેફ ડિપોઝિટ વૉલ્ટ, કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ, કાફેટેરિયા જેવી સુવિધાઓથી સજ્જ 


સુરતના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને ભારતમાં હવે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બની છે. 80 વર્ષ સુધી, પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી. જો કે, આ ટાઇટલ હવે સુરતમાં બનેલા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરે છીનવી લીધું છે. નવા બનેલા સુરત ડાયમંડ બોર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે.


મીડિયા અહેવાલો અનુસાર, 15 માળની ઇમારત 35 એકર જમીનમાં ફેલાયેલી છે અને તેમાં નવ લંબચોરસ માળખાં છે. જે એક કેન્દ્રથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ઈમારતનું નિર્માણ કરનાર કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધુ ફ્લોર સ્પેસ છે. બિલ્ડીંગનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ થયું છે.


એવું કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં આ ઇમારતનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે. SDB વેબસાઈટ અનુસાર, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર છે જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. 


આ ઈમારતની ડિઝાઈન ભારતીય આર્કિટેક્ટ કંપની મોર્ફોજેનેસિસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિઝાઈન સ્પર્ધા બાદ તૈયાર કરવામાં આવી હતી. સુત્રો મુજબ બિલ્ડિંગની મોટાભાગની ઓફિસો બાંધકામ પહેલા જ હીરા કંપનીઓએ ખરીદી લીધી છે. બિલ્ડિંગનો બેન્ક્વેટ હોલ તમામ જરૂરિયાતો પૂરી કરે છે. આ ઉપરાંત બિલ્ડીંગમાં કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ, કાફેટેરિયા, કસ્ટમ ઓફિસ, બેંકિંગ સુવિધાઓ, ઓક્શન હાઉસ અને સેફ ડિપોઝિટ વૉલ્ટ જેવી સુવિધાઓ છે. તેને બનાવવામાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરો માટે કનેક્ટિવિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ FDES એરપોર્ટથી માત્ર 5 કિલોમીટર દૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application