સુપ્રીમ કોર્ટે આજે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓને અનામત આપવાના નિર્ણય પર મમતા સરકારને નોટિસ પાઠવી છે. કલકત્તા હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર કોર્ટે આ નોટિસ આપી છે. હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અન્ય પછાત વર્ગો (ઓબીસી) તરીકે 77 મુસ્લિમ જાતિઓનું વર્ગીકરણ રદ્દ કર્યું હતું અને 2010 પછી પશ્ચિમ બંગાળમાં જાહેર કરાયેલા તમામ અન્ય પછાત વર્ગ (ઓબીસી) પ્રમાણપત્રો રદ કર્યા હતા.
સરકાર પાસે માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરીને મમતા સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે તેણે મુસ્લિમ જાતિઓને આ ક્વોટા કયા આધારે આપ્યો છે.
જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રા સાથે સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે વિવાદિત આદેશ પર સ્ટે માંગતી અરજીની સુનાવણી કરતી વખતે રાજ્યને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું.
જવાબ માગતા કોર્ટે કહ્યું કે, સરકારે તેને OBC તરીકે વર્ગીકૃત કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાની પ્રકૃતિ સમજાવવી જોઈએ. સરકારે જણાવવું જોઈએ કે, કયો સર્વે કરવામાં આવ્યો હતો. શું ઓબીસી તરીકે નિયુક્ત 77 સમુદાયોની યાદીમાં કોઈપણ સમુદાયના સંદર્ભમાં પછાત વર્ગ આયોગ સાથે પરામર્શનો અભાવ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMજામનગર જિલ્લાના કાલાવડમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
November 23, 2024 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech