ખનીજ રોયલ્ટી કેસ પર સુપ્રિમે આપ્યો ચુકાદો, કેન્દ્ર સરકારને લાગ્યો મોટો ફટકો

  • July 25, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુપ્રીમ કોર્ટે ખનીજ પર રોયલ્ટી અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે ખનીજ પરની રોયલ્ટી એ ટેક્સ નથી. સુપ્રિમના આ ચૂકાદાથી કેન્દ્રને મોટો ફટકો પડ્યો છે.




ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની સર્વોચ્ચ અદાલતની બેન્ચે 8-1ની બહુમતીથી તેના અગાઉના ઘણા નિર્ણયોને રદ કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે સંસદને બંધારણની સૂચિ II ની એન્ટ્રી 50 હેઠળ ખનિજ અધિકારો પર કર લાદવાની સત્તા નથી.



'1989માં ખનીજ પર લેવાયેલો નિર્ણય ખોટો હતો'



એન્ટ્રી 50 ખનિજ અધિકારો પરના કર સાથે સંબંધિત છે, જે ખનિજ વિકાસના સંબંધમાં સંસદ દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓને આધિન છે. CJI એ એમ પણ કહ્યું કે, 1989નો સુપ્રીમ કોર્ટનો નિર્ણય, જેણે રોયલ્ટીને ટેક્સ તરીકે વર્ગીકૃત કર્યો હતો તે ખોટો હતો.




ન્યાયાધીશ જસ્ટિસ બી.વી.નાગરથનાએ આ નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર પાસે દેશમાં ખનિજ અધિકારો પર કરનો વિશિષ્ટ અધિકાર છે અને ખાણિયાઓ દ્વારા ચૂકવવામાં આવતી રોયલ્ટી પર વધારાની વસૂલાત લાદવાની સમાન સત્તા રાજ્યોને આપવાથી વિસંગત પરિસ્થિતિ સર્જાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application