સુપ્રીમ કોર્ટે એમસીડીને લગાવી ફટકાર, કહ્યું - દિલ્હીમાં સોલિડ વેસ્ટ નિકાલની સ્થિતિ ચિંતાજનક

  • July 26, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ને ફટકાર લગાવી છે. અને કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના અમલીકરણ અંગેની સ્થિતિ ચિંતાજનક છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સોલિડ વેસ્ટ નિકાલની સ્થિતિ જાહેર આરોગ્ય ઈમરજન્સીનું કારણ બની શકે છે. કારણ કે રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 3,000 ટનથી વધુ સોલિડ વેસ્ટ નિકાલ કરવામાં આવતો નથી.


જસ્ટિસ એ.એસ.ઓકા અને એ.જી.મસીહની બેન્ચે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 11,000 ટનથી વધુ સોલિડ વેસ્ટના ઉત્પન્ન થાય છે, જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા પ્રદાન કરવામાં આવતા પ્રોસેસિંગ પ્લાન્ટની દૈનિક ક્ષમતા માત્ર 8,073 ટન છે.


ઉકેલ માટે મીટીંગ બોલાવવા આપ્યું સૂચના


બેન્ચે કહ્યું, "અમે એમિકસ ક્યુરી સાથે સંમત છીએ કે, વર્તમાન પરિસ્થિતિ જાહેર આરોગ્ય ઈમરજન્સીને જન્મ આપી શકે છે. શહેરમાં જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016ના અમલીકરણની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક છે." ખંડપીઠે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સચિવને નિર્દેશ આપ્યો કે તેઓ આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ શોધવા MCD અને દિલ્હી સરકારના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવે.


આગામી 6 સપ્ટેમ્બરે થશે સુનાવણી


કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 6 સપ્ટેમ્બરના નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટ દિલ્હી-એનસીઆરમાં સોલિડ વેસ્ટનાં નિકાલ સંબંધિત એક કેસની સુનાવણી કરી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application