*ઓખા અને શકૂર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેન*
*ટિકિટોનું બુકિંગ 10 એપ્રિલથી શરૂ*
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા–શકૂર બસ્તી *(દિલ્હી કેન્ટ પાસે આવેલું)* વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
*ટ્રેન સંખ્યા 09523/09524 ઓખા–શકૂર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ (સાપ્તાહિક) [24 ફેરા]*
ટ્રેન સંખ્યા 09523 ઓખા–શકૂર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે, તે જ દિવસે 14:40 કલાકે રાજકોટ અને બીજા દિવસે 10:35 કલાકે શકૂર બસ્તી પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09524 શકૂર બસ્તી–ઓખા સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર બુધવારે શકૂર બસ્તીથી 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:58 કલાકે રાજકોટ તથા 13:00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલથી 1 જુલાઈ, 2026 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર, એસી-3 ટિયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.
ટ્રેન સંખ્યા 09523નું બુકિંગ 10 એપ્રિલ, 2026થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.