સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર જિલ્લાના કેશિયા ગામથી 'સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩'નો પ્રારંભ કરાયો

  • February 17, 2023 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના ઉમદા હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ નો રાજ્યવ્યાપી પ્રારંભ તા. ૧૭ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલા કેશિયા ગામથી સાંસદ  પૂનમબેન માડમ અને જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશિયા ગામના તળાવને ઊંડું કરવાના વિકાસ કાર્યનું સાંસદ પૂનમબેનના હસ્તે ખાતમુહર્ત કરીને જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય બાદ સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩ વિષય આધારિત ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

સાંસદ પૂનમબેન માડમે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિના પરિણામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની વર્ષ ૨૦૧૮ માં શરુઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અટલ ભૂજળ યોજના, કેચ ઘી રેઇન યોજના, ટ્રીટેડ વેસ્ટ વોટર પુનઃ ઉપયોગ યોજના, સૌની યોજના-આમ અનેકવિધ પાણી અને સિંચાઈને લગતી યોજનાઓ કાર્યરત છે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ એ આપણા સૌનું જનભાગીદારીનું અભિયાન છે. આજે વિશ્વ અને દેશભરમાંથી અનેક નિષ્ણાંતો સૌની યોજના કેસ સ્ટડી કરવા માટે ગુજરાતની મુલાકાત લે છે. 

સાંસદએ આગળ જણાવ્યું હતું કે, ખેડૂતો અને ગૃહિણીઓને પડતી પાણીની મુશ્કેલીઓ નિવારવા માટે સ્વયં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલ કરી છે. સૌરાષ્ટ્રના દરેક ઘરે-ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સૌની યોજનાનો સફળપણે અમલ થયો છે. વિશ્વમાં જ્યારે પીવાના પાણી અને ખોરાકની ગંભીર સમસ્યા સર્જાઈ છે, ત્યારે ગુજરાતની આ સૌની યોજના એક પ્રેરણારૂપ આદર્શ સાબિત થઇ છે. સાંસદએ કેશિયા ગ્રામજનોને યોજનાના શુભારંભ બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર  એન.એ. ખાંટ અને શ્રી મધુસુદનભાઈ વ્યાસે કરી હતી.  

ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય  ચંદ્રિકાબેન જે. અઘારા, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન  ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ  ભરતભાઈ દલસાણીયા, સરપંચ શ્રી ભાવનાબેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  ચૌધરી, રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના અધિક્ષક ઈજનેર શ્રી કે. એસ. મહેતા, પ્રાંત અધિકારી શ્રી ડો. સાકરીયા, તાલુકા વિકાસ અધિકારી  માધુરીબેન પટેલ, મામલતદાર  ડાભી, નાયબ કાર્યપાલક ઈજનેર  યુ. આઈ. ભગત, ઊંડ જળસિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર  એસ. એસ. હરદયા,  આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application