સુજલામ સુફલામ જળ અભિયાનથી ખેડૂતોને સિંચાઇમાં ફાયદો

  • February 18, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામ ખાતેથી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.


આ વચ્ચે સ્થાનિક રહેવાસી માલદેભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત તળાવને ઊંડા ઊતરવાની કામગીરી સહિત અનેક કામગીરી કરવામાં આવશે. જેથી ગામમાં જળની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. આ જળ સંગ્રહ ક્ષમતા વધવાના કારણે ખેડૂતોને સિંચાઇના અનેક ફાયદાઓ થશે. અને આજુબાજુના વિસ્તારમાં પણ ફાયદો થશે. આ ઉપરાંત તળાવમાંથી નીકળતી માટીને પણ ખેડૂતો લઇ જઇને તેમના ખેતરમાં નાખી શકે જેથી ખેતરમાં ફળદ્રુપતા વધે અને સારા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થઈ શકે.


સરકારના આ અભિયાનથી ખેડૂતોને અનેક ફાયદાઓ થનાર હોવાનું જણાવી, આ અભિયાન બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application