સુજલામ સુફલામ જળ અભિયાન આવતીકાલથી શરૂ : તળાવ - ચેકડેમો ઊંડા ઉતારાશે

  • February 16, 2023 10:35 PM 



 છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૨૩માં પણ સફળતાપૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “સુજલામ સુફલામ જળ અભિયાન - ૨૦૨૩”ની સર્વે જિલ્લા કલેકટરઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.




મુખ્ય સચિવ રાજ કુમારે પ્રેઝન્ટેશન મારફત સર્વે જિલ્લા કલેકટરઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩માં આ અભિયાન ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે સુધી ચાલનાર છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ. સાથો સાથ રાજ કુમારે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.



આ તકે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મુખ્ય સચિવને રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવનાર પ્લાનીંગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના ૨૭ ડેમ, ચેકડેમ, વોટર સંપ, પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.



ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application